આણંદમાં કોરોનાના વધુ બે કેસ આવ્યા સામે, કુલ દર્દીઓની સંખ્યા 25 થઈ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Apr 2020 09:32 AM (IST)
ખંભાતમાં 35 વર્ષીય યુવક અને ઉમરેઠમાં 45 વર્ષીય વ્યક્તિનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ.
ખંભાતઃ આણંદમાં કોરોનાના વધુ બે કેસ આવતાં જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 25એ પહોંચી છે. ખંભાતના 35 વર્ષના યુવક અને ઉમરેઠમાં 45 વર્ષના વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉમરેઠમાં અત્યાર સુધી બે કેસ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ગઈ કાલે 58 નવા કેસ નોંધાયા હતા. જેમાંથી માત્ર અમદાવાદમાં જ 53 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 9ને પાર થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 36 લોકોનાં મોત થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 73 કોરોના દર્દી સ્વસ્થ થઈ ગયા છે. ગુજરાતના કુલ દર્દીઓ પૈકી 59 ટકા દર્દીઓ અમદાવાદના છે. કોરોના વાયરસે રાજ્યના 24 જિલ્લામાં પગપેસારો કર્યો છે. છેલ્લા 24 કલાકમાં 1706 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 163 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ પોઝિટિવ દર્દી 929માંથી 8ની સ્થિતિ ક્રિટિકલ છે. જ્યારે 812 સ્ટેબલ છે અને 73 દર્દીઓ સાજા થઈ ગયા છે. આરોગ્ય સચિવ જયંતી રવીએ કહ્યું કે, શુક્રવારે સાંજ સુધીમાં રેપિડ કિટ આવી જશે, જેથી ગુજરાતમાં ટેસ્ટિંગ વધુ કરી શકીશુ.