સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગ્રીન ઝોનના એક જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થતાં હવે ગુજરાતના 32 જિલ્લા કોરોનાની ઝપેટામાં આવી ગયા છે. દ્વારકા, જૂનાગઢ અને અમરેલી કોરોનાના કહેરથી બચ્યું હતું પરંતુ દ્વારકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા બાદ જૂનાગઢમાં પણ કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાતા હવે એક માત્ર અમરેલી જિલ્લો કોરોનાથી બચી શક્યું છે.

ગ્રીન ઝોનના બે જિલ્લા એવા દ્વારકા અને જૂનાગઢમાં પણ કોરોનાએ એન્ટ્રી કરી લીધી છે. અમરેલી હવે એક માત્ર એવો જિલ્લો બચ્યો છે જ્યાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. આજે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના બે કેસો સામે આવતાં હવે ફક્ત અમરેલી જિલ્લો જ કોરોના મુક્ત રહ્યો છે. આજે ભેંસાણમાં બે કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે.



જૂનાગઢમાં જિલ્લામાં કોરોનાના 2 કેસ પોઝિટિવ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે. ભેંસાણના ડોક્ટર અને પટ્ટાવાળાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. CHC હોસ્પિટલના ડો. વેકરીયા અને પટ્ટાવાળાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આખા ભેંસાણમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે જૂનાગઢ કલેક્ટરે ટ્વીટ કરીને વિગત આપી હતી.