વાપીઃ વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલ હત્યા મામલે પોલીસને મોટી સફળતા મળી હતી. મળતી જાણકારી અનુસાર,  વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યા કરનારા બે શૂટરો ઝડપાયા હતા. ધનબાદના કુખ્યાત અમન ગેંગે હત્યાની સોપારી લીધી હતી. ગેંગ લીડર અમનસિંગના ઇશારે શૈલેષ પટેલની હત્યા કરવામાં આવી હતી.


મૃતક શૈલેષ પટેલના ગામ કોચરવાના અન્ય એક પરિવાર સાથે અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. શૈલેષ પટેલની હત્યા માટે 19 લાખ રૂપિયામાં અમનની ગેંગને સોપારી આપવામાં આવી હતી. શૂટર વૈભવ યાદવ અને દિનેશ ગૌરની આ મામલે ધરપકડ કરાઇ હતી.


કેવી રીતે કરાઇ હતી હત્યા?


રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલા વાપી તાલુકાના ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલની 8 મે 2023ના રોજ હત્યા કરવામાં આવી હતી. તેઓ પરિવાર સાથે ગત 8મી મેના રોજ મંદિર દર્શન કરવા માટે ગયા હતા. શૈલેષ પટેલ તેમની કારમાંથી બહાર નીકળે તે પહેલાં બે અજાણ્યા શખ્સોએ બાઈક આવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને આ ગોળીબારમાં ભાજપના ઉપ્રમુખનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.  


શૈલેષ પટેલના ભાઇ રજનીભાઇએ મીડિયા સાથેની વાતચીતમાં 'શૈલેષભાઈને લોહીલુહાણ હાલતમાં જોયા બાદ તેમનાં પત્નીએ તેમને ફોન કર્યો હતો અને તેઓ તાત્કાલિક મંદિરે પહોંચ્યા હતા.'મારા ભાભીએ ત્યાંથી બે લોકોને ભાગતા જોયા હતા. રજનીભાઈએ આક્ષેપ કર્યો છે કે ''વાપીમાં જ રહેતા કેટલાક લોકોએ આ હત્યા કરી છે. આ લોકોએ અગાઉ 2013માં પણ શૈલેષભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને તે સમયે બંને પક્ષો વચ્ચે મારામારી પણ થઈ હતી.''આ સિવાય 2014માં પણ એ જ લોકોએ ગોળીબાર કર્યો હતો.


શૈલેષ પટેલની પત્ની નયનાબેન પટેલે ડુંગરા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા હુમલાખોરો સહિત આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેની છની ઓળખ મિતેશ પટેલ, તેના ભાઈઓ વિપુલ પટેલ અને પીનલ પટેલ, તેમના પિતરાઈ ભાઈ સાદિયો ઉર્ફે શરદ પટેલ, તેનો પુત્ર સિદ્ધાર્થ પટેલ, તમામ કોચરવા ગામના રહેવાસી અને વાપી તાલુકાના પાંડોર ગામના નિલેશ આહિર તરીકે થઈ હતી.


દાહોદમાં એક ભાઈએ બીજા ભાઈની કરી હત્યા


દાહોદના ગરબાડાના પાટીયાઝોલમાં કૌટુંબીક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી છે.  62 વર્ષીય આધેડની ભાઈએ જ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. ધારદાર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. પ્રેમસંબંધને પગલે આધેડની હત્યા કરાઈ હોવાની આશંકા છે. ગરબાડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે.