કચ્છ: ભુજની ભાગોળે પાલારા જેલની પાસે  ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. ગત મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. બાઇક અને બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઝૂરા ગામ પાસેના જતવાંઢના બે આશાસ્પદ યુવાનના મોત થતા અરેરાટી મચી ગઈ છે. હાઈ વે પર સર્જાયેલા અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય હતા અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.


ધ કેરાલા સ્ટોરી મુવીને સ્પેન્સર કરનાર આણંદના વેપારીને મુસ્લિમ આગેવાનોએ મંગાવી માફી


ધ કેરાલા સ્ટોરી મુવીને સ્પેન્સર કરનાર આણંદના એક વેપારીને મુસ્લિમ આગેવાનોએ માફી મંગાવી છે. આણંદના વેપારીએ મુસ્લીમ સમાજની માફી માગતો વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આણંદના વેપારીએ માફી માગતા કહ્યુ કે મે સ્પોન્સરશિપ પરત લીધી છે. વેપારીએ સ્પોન્સર કર્યા બાદ મુસ્લિમોએ સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ શરૂ કર્યો હતો. આણંદના‌ મુબારક ટેલર્સ નામની દુકાન ધરાવતા ધર્મેશ બાલીનો મુસ્લિમ સમાજ દ્વારા બોયકોટ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના દ્વારા અપાયેલા ઓર્ડર રદ્દ કરવાનું શરૂ થયુ હતુ. ત્યારબાદ મુસ્લિમ સમાજના લોકોએ તેમનો ફોન અને સોશ્યલ મિડિયામાં વિરોધ શરુ થયો હતો. 


આણંદના વેપારી પાસે માફી મંગાવતા વિડિયામાં દેખાતા મુસ્લીમ આગેવાને પણ આ મુદ્દે સ્પષ્ટતા કરતો વિડિયો પોસ્ટ કર્યો છે. તોસિફ ભાઈ મુસ્તુફાભાઈ વ્હોરા કહ્યુ કે, ધર્મેશભાઈ મારા મિત્ર છે મે તેમની પાસે માફી મંગાવી નથી. ઘર્મેશભાઈ ફિલ્મના સ્પોન્સર થતા વિરોધ શરૂ થયો હતો તે માટે તેમણે ફોન કરી મને બોલાવ્યો હતો. તેમણે મને કહ્યુ હતુ કે, મુસ્લિમ સમાજના મારા ઘણા ગ્રાહકો છે.


મે ફિલ્મ સ્પોન્સર કરતા મુસ્લિમ સમાજ ખુબ નારાજ થયો છે અને મારા ઘણા ઓર્ડર રદ્દ થયા છે. મે સ્પોન્સરશીપ રદ્દ કરી છે અને હું માફી માગુ છું આવો વિડિયો તમારા સમાજના ગૃપમાં મુકી આપો. હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે કોઈ ગેરસમજ ઉભી ન થાય અને એકતા જળવાય રહે તે માટે વિડિયો પોસ્ટ કર્યો હતો.


જો ગુજરાતના બિલ્ડર્સ આપેલા વચન પુરા નહીં કરે તો ખાવી પડશે જેલની હવા


ગુજરાતના બિલ્ડર્સ અને ડેવલપર્સ જો આપેલા વચન પુરા નહીં કરે તો જેલમાં જવાની તૈયારી પણ રાખે. આવો સ્પષ્ટ સંદેશ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી આપતી હોય તે મુજબ ભાવનગરના બે બિલ્ડરને વચન પુરા ન કરવાની બાબતે પકડીને જેલના સળિયા પાછળ નાખી દીધા છે. 16 મે 2023 ના રોજ ભાવનગરના રુદ્ર ડેવલોપર્સ નામની પેઢી ચલાવતા બાબુ વેલજીભાઈ બારૈયા અને હસમુખ શાંતિલાલ મેર નામના બે બિલ્ડરને રેરા દ્વારા પકડી અને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. રુદ્ર ડેવલોપર્સ દ્વારા ભાવનાગરના કૃષ્ણનગર વિસ્તારમાં રુદ્ર રેસીડેન્સી નામની રહેણાંક સ્કીમ બનાવવામાં આવી હતી. ફ્લેટ વેચતી વખતે લિફ્ટ નાખી દેવાનું વચન આપ્યું હતું. જે લિફ્ટ હજી સુધી ના નખાતા રેરાએ લાલ આંખ કરી બંને બિલ્ડરને જેલ પાછળ ધકેલી દીધા છે.