મહીસાગર: સંતરામપુરના ઉખરેલી ગામે નદીમાં ન્હાવા પડેલ બે યુવાન ડૂબ્યા છે. એક યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે જ્યારે અન્ય એક યુવાનની શોધ ખોળ ચાલી રહી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ઉખરેલી ગામમાં નદીમાં 10 થી 12 જેટલા યુવાનો ન્હાવા પડ્યા હતા. અન્ય તમામ યુવાનોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા સંતરામપુર વહીવટી તંત્ર, 108 ની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ડૂબવાની ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. 


ઉત્તર પ્રદેશના પરિવારને વલસાડ નજીક નડ્યો અકસ્માત


 ઉત્તર પ્રદેશથી રિક્ષામાં સવાર થઈ ઉમરગામ જવા નીકળેલા પરિવારને વલસાડના વાગલધરા નેશનલ હાઇવે નંબર 48 ઉપર અકસ્માત નડ્યો હતો.. આ અકસ્માતની ઘટનામાં એક પાંચ વર્ષીય બાળક તથા અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.


ઈજાગ્રસ્તોને રીક્ષા મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયા


ઉત્તર પ્રદેશના યુ.પી ગાજીપુરથી રિક્ષામાં સવાર થઈ યાદવ પરિવાર તથા અન્ય એક યુવક સાથે ઉમરગામના ગાંધીવાડી ખાતે આવી રહ્યા હતા. જે દરમિયાન વાગલધરા નેશનલ હાઇવે પર ખારેરા નદીના પુલ ઉપર પડેલા ગંભીરખાડાને પગલે રીક્ષા પલટી મારી જ હતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્તોને રીક્ષા મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન એક બાળક તથા અન્ય ઈસમનું મોત નિપજ્યું.


પુલ ઉપર પડેલા વરસાદી ખાડાને પગલે રીક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો


ઉત્તર પ્રદેશના ગાજીપુર ખાતેથી રિક્ષા નંબર GJ-15-AW-2154 માં રીક્ષા ચાલક સહિત અનિલભાઈ યાદવ તેમની પત્ની બે સંતાનો તથા અન્ય એક ઈસમ સુનિલભાઈ યાદવ ઉમરગામના ગાંધીવાડી તેમના ઘરે આવી રહ્યા હતા. જે દરમિયાન વાગલધરા નેશનલ હાઇવે પર ખારેરા નદીના પુલ ઉપર પડેલા વરસાદી ખાડાને પગલે રીક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનામાં અનિલભાઈના 5 વર્ષીય પુત્ર આદર્શ યાદવ તથા બાજુમાં રહેતા સુનિલ યાદવને પહોંચેલી ગંભીર ઇજાઓને પગલે તેમને અકસ્માત સર્જાયેલી રિક્ષામાં જ તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને પ્રાથમિક સારવાર આપી આઈ.સી.યુ વોર્ડમાં વધુ સારવાર હેઠળ ખસેડ્યા હતા જ્યાં એક દિવસની ટુંકી સારવાર બાદ પાંચ વર્ષીય બાળક આદર્શ યાદવ તથા રિક્ષામાં સવાર સુનીલ યાદવનું મોત નીપજ્યું હતું.


અકસ્માતની ઘટનામાં પાચ વર્ષીય માસુમ બાળકનું મોત નીપજતા બાળકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સમગ્ર બનાવને પગલે ડુંગરી પોલીસની ટીમે લાશનો કબજો મેળવી વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડી આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાગલધરા નેશનલ હાઇવે ઉપર બનેલી અકસ્માતની ગંભીર ઘટના બાદ તંત્ર દ્વારા હાઇવે ઉપર વાહનોની અવરજવર બંધ કરી રસ્તા પર પડેલા ખાડાઓને રિપેર કરવાની કામગીરી હાથ ધરી છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial