શોધખોળ કરો

કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે પણ પીએમ મોદીની અપીલનો સહર્ષ સ્વીકાર કરી નિર્ણય કર્યો કે હવેથી તેઓ કોઈ પણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં પાયલોટિંગ અથવા એસ્કોર્ટ ગાડીઓના કાફલાનો ઉપયોગ કરશે નહીં. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સી.આર. પાટીલ પાયલોટિંગ/એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ નહીં કરે.
  • રાજ્યપાલ ઈંધણ બચાવવા જાહેર પરિવહનનો ઉપયોગ કરશે.
  • અનેક મંત્રીઓએ વડાપ્રધાનની અપીલ સ્વીકારી પાયલોટિંગ છોડ્યું.

દેશની આર્થિક સ્થિતિ અને ઊર્જા બચતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને સાત અપીલ કરી હતી, જેમાં ઇંધણનો બચાવ કરવાનો પણ સામેલ છે. વડાપ્રધાનની આ અપીલની સીધી અને મોટી અસર ગુજરાતમાં જોવા મળી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે પણ પીએમ મોદીની અપીલનો સહર્ષ સ્વીકાર કરી નિર્ણય કર્યો કે હવેથી તેઓ કોઈ પણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં પાયલોટિંગ અથવા એસ્કોર્ટ ગાડીઓના કાફલાનો ઉપયોગ કરશે નહીં. 

કેન્દ્રીયમંત્રી પાટીલે જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પાયોલોટિંગ કે એસ્કોર્ટ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે. પાટીલે કહ્યું કે વિશ્વ ક્રુડ ઓઈલ કટોકટી અને યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું હોય ત્યારે એક જવાબદાર જનપ્રતિનિધી તરીકે ઈંધણ બચાવવું આપણી નૈતિક ફરજ છે. આ નિયમનો અમલ આજથી જ શરૂ કરી દેવાયો છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો

રાજ્યપાલે પણ કાફલામાં ઘટાડો કરવાનો આદેશ આપ્યો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક આત્મરક્ષાની અપીલ બાદ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં નિર્ણય કર્યો કે ઈંધણની બચત કરવા માટે હવે તેઓ ઝેડ પ્લસ સુરક્ષાનો કાફલો અને રાજ્યના પ્રવાસોમાં હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરીનો ત્યાગ કરશે. રાજ્યપાલ હવે એસ.ટી.બસ, ટ્રેન તથા જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત રાજ્યપાલે પોતાના સુરક્ષા કાફલામાં પણ ગાડીઓની સંખ્યા ન્યૂનતમ રાખવા આદેશ આપ્યા છે. આટલું જ નહીં રાજ્યની તમામ યુનિવર્સિટીઓને સપ્તાહમાં એક દિવસ કમ્બશન એન્જિન મુક્ત દિવસ તરીકે ઉજવવા અને વિદ્યાર્થીઓને સાયકલ કે ઈલેક્ટ્રિક વાહન વાપવા અપીલ કરી છે.

અનેક મંત્રીઓએ છોડ્યું પાયલોટિંગ
 
પીએમ મોદીની અપીલ બાદ અનેક મંત્રીઓએ પાયલોટિંગ છોડ્યું છે. પ્રફુલ પાનસેરિયા, સંજયસિંહ મહીડા, સ્વરૂપજી ઠાકોર પાયલોટિંગ કારનો ઉપયોગ કરશે નહીં.  સરકારના મંત્રી કાંતિ અમૃતિયા, ધારાસભ્ય સંજય કોરડિયા પાયલોટિંગ કારનો ઉપયોગ કરશે નહીં. પેટ્રોલ-ડીઝલની બચત કરવા માટે મંત્રીઓએ આ પહેલની શરૂઆત કરી હતી.  રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનની અપીલનો સ્વીકાર કરીને પોતાનો આગામી અમેરિકાનો પ્રવાસ તાત્કાલિક અસરથી રદ કરી દીધો છે. આ સાથે જ તેમણે રાજ્યના નાગરિકોને પણ પીએમ મોદીની આ ઝુંબેશમાં પૂરો સહયોગ આપવા વિનંતી કરી છે.

Frequently Asked Questions

ઈંધણ બચાવવા માટે સી.આર. પાટીલે શું નિર્ણય લીધો છે?

સી.આર. પાટીલે જણાવ્યું છે કે જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ કોઈપણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં પાયલોટિંગ અથવા એસ્કોર્ટ ગાડીઓના કાફલાનો ઉપયોગ કરશે નહીં.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઈંધણ બચાવવા માટે કયા પગલાં લીધા છે?

રાજ્યપાલે ઝેડ પ્લસ સુરક્ષાનો કાફલો અને હવાઈ મુસાફરીનો ત્યાગ કર્યો છે. તેઓ હવે એસ.ટી.બસ, ટ્રેન તથા જાહેર પરિવહનનો ઉપયોગ કરશે અને સુરક્ષા કાફલામાં ગાડીઓની સંખ્યા ન્યૂનતમ રાખશે.

રાજ્યપાલ દ્વારા યુનિવર્સિટીઓને શું અપીલ કરવામાં આવી છે?

રાજ્યપાલે તમામ યુનિવર્સિટીઓને સપ્તાહમાં એક દિવસ કમ્બશન એન્જિન મુક્ત દિવસ તરીકે ઉજવવા અને વિદ્યાર્થીઓને સાયકલ કે ઈલેક્ટ્રિક વાહન વાપરવા અપીલ કરી છે.

પીએમ મોદીની અપીલ બાદ કયા મંત્રીઓએ પાયલોટિંગ છોડ્યું છે?

પ્રફુલ પાનસેરિયા, સંજયસિંહ મહીડા, સ્વરૂપજી ઠાકોર, કાંતિ અમૃતિયા અને ધારાસભ્ય સંજય કોરડિયા જેવા અનેક મંત્રીઓએ પાયલોટિંગ કારનો ઉપયોગ છોડી દીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
Narmada: ભાજપના કાર્યક્રમમાં અપમાન થતા ધરણા પર બેઠા મહિલા ધારાસભ્ય, શું આપી ચીમકી?
Narmada: ભાજપના કાર્યક્રમમાં અપમાન થતા ધરણા પર બેઠા મહિલા ધારાસભ્ય, શું આપી ચીમકી?
સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આરોપ, 'ભાજપના નેતાઓ દારૂ-જુગારના અડ્ડા ચલાવે છે'
સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આરોપ, 'ભાજપના નેતાઓ દારૂ-જુગારના અડ્ડા ચલાવે છે'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટક્યું ચોમાસું?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં કેમ થયો ભડકો?
Gujarat Rain Forecast: ગુજરાતમાં સાત દિવસ છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી
NEET Paper Leak Case: NEET પેપરલીક કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમને મોટી સફળતા
Patan Crime: દારૂબંધીના દાવા ખોખલા સાબિત! પાટણમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો!, Video Viral
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારે ડીઝલ પર 14 અને ATF પર વધારી 12.5 રૂપિયા પ્રતિ લીટર એક્સપોર્ટ ડ્યૂટી, તમારા પર શું થશે અસર?
સરકારે ડીઝલ પર 14 અને ATF પર વધારી 12.5 રૂપિયા પ્રતિ લીટર એક્સપોર્ટ ડ્યૂટી, તમારા પર શું થશે અસર?
PM Modi: સ્લોવાકિયાએ PM મોદીને આપ્યું દેશનું સર્વોચ્ચ સન્માન, 'વ્હાઇટ ડબલ ક્રોસ'થી સન્માનિત
PM Modi: સ્લોવાકિયાએ PM મોદીને આપ્યું દેશનું સર્વોચ્ચ સન્માન, 'વ્હાઇટ ડબલ ક્રોસ'થી સન્માનિત
UPSC એ પ્રિલિમ્સનું પરિણામ કર્યું જાહેર, આ રીતે કરો ડાયરેક્ટ ચેક
UPSC એ પ્રિલિમ્સનું પરિણામ કર્યું જાહેર, આ રીતે કરો ડાયરેક્ટ ચેક
RBI News: RBIએ આ બેન્ક પર લગાવ્યો છ મહિનાનો પ્રતિબંધ, રૂપિયા ઉપાડવા પર લગાવી લિમિટ
RBI News: RBIએ આ બેન્ક પર લગાવ્યો છ મહિનાનો પ્રતિબંધ, રૂપિયા ઉપાડવા પર લગાવી લિમિટ
B-52 Bomber Crash: ઉડાન ભરતા ક્રેશ થયું અમેરિકાનું B-52 બોમ્બર, આઠના મોત
B-52 Bomber Crash: ઉડાન ભરતા ક્રેશ થયું અમેરિકાનું B-52 બોમ્બર, આઠના મોત
અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો
1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
Embed widget