Cyclone Shakti Alert: ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં સળંગ બે દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે, હવામાન વિભાગ અને આગાહીકારો ઉનાળા પહેલા જ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગહી કરી ચૂક્યા છે. આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, અમરેલી, ભાવનગર, અવસારી, વલસાડમાં 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ ખાબકશે, જો વરસાદ ખાબકશે તો ખેડૂતોને મોટુ નુકસાન પહોંચી શકે છે. ગુજરાતમાં કમોસમી વરસાદથી ઉભો પાક બળી જવાની ચિંતા પેઠી છે.

હવામાન વિભાગ ઉપરાંત આગાહીકાર અંબાલાલ પટેલે પણ રાજ્યમાં માવઠાની મોટી આગાહી કરી છે, રાજ્યના માથે હજુ પણ યથાવત સંકટના વાદળો મંડરાઈ રહ્યાં છે. 21 મે સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આંધી વંટોળની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 21 તારીખથી હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. 25 થી 31મે સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 24 મેથી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, વાતાવરણમાં મોટો પલટો આવવાને કારણે લોકોને ગરમીથી રાહત મળશે. 21 મેથી હવામાનમાં મોટો પલટો આવશે. જેને કારણે ગુજરાતનું વાતાવરણ ડામાડોળ થઈ જશે. તેમણે કહ્યું કે, રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળની આવવાની શક્યતા છે. હાલમાં પણ આંધી વંટોળની શક્યતા છે. 24 મે થી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. 28 મે થી 31 મે વચ્ચે ગ્રહોના ફેરફારના યોગો હોવાથી 25 થી 31 સુઘી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આ સમયે મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા છે. આ ચક્રવાતની અસર મોટાભાગના ગુજરાતમાં થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છેય 5-6 જૂનમાં રાજ્યમાં અણધારો વરસાદ થવાની શક્યતા છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ, સૌથી વધુ અંકલેશ્વરમાં સવા બે ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. તો સાવરકુંડલા અને ઉમરપાડામાં દોઢ ઈંચ વરસ્યા ખાબક્યો હતો. તાલાલા અને ઝઘડિયામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. દાહોદમાં એક ઈંચ, હાંસોટમાં એક ઈંચ, જૂનાગઢના માંગરોળમાં એક ઈંચ, જેસરમાં એક ઈંચ, મળિયા હાટિનામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત શહેર અને તળાજામાં પોણો ઈંચ વરસ્યો હતો. તે સિવાય રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભરૂચના અંકલેશ્વરમાં સૌથી વધુ સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સાવરકુંડલામાં દોઢ ઈંચ, ઉમરપાડામાં દોઢ ઈંચ, તાલાલામાં સવા ઈંચ,ઝઘડિયામાં સવા ઈંચ, દાહોદમાં એક ઈંચ, હાંસોટમાં એક ઈંચ, જૂનાગઢના માંગરોળમાં એક ઈંચ, જેસરમાં એક ઈંચ, માળિયા હાટિનામાં એક ઈંચ, સુરત શહેરમાં પોણો ઈંચ, તળાજામાં પોણો ઈંચ, ભરૂચમાં પોણો ઈંચ, બારડોલીમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.