અમદાવાદ :  ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે.  કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ખૂબ જ મોટાપાયે નુકસાન થયું છે.  રાજ્યમાં કમોસમી વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. આ સમાચાર ચોક્કસ ખેડૂતોની ચિંતામાં વધારો કરશે.  ગુજરાતમાં હાલ શિયાળાની શરુઆત થઈ ગઈ છે. ગુલાબી ઠંડી વચ્ચે રાજ્યમાં ફરી એક વખત  કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમાચારથી ખેડૂતોની ચિંતામાં વધારો થશે.

  




અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યું કે 25 ડિસેમ્બર સુધી હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે તેમજ 23મી ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. ગુજરાતમાં ગાજવીજ અનેકરા સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલની વરસાદની આગાહીએ પગલે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. આ સિવાય અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 18 ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે તેમજ 23 ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ સિવાય તેમણે ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડી શરૂ થશે જે ફેબ્રુઆરી સુધી રહેશે તેમ આગાહી કરી છે.  અંબાલાલ પટેલની કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોની ચિંતમાં વધારો થયો છે.  




 


ઠંડીમાં સાધારણ ઘટાડો થઈ શકે છે


ગુજરાતમાં આગામી બે ત્રણ દિવસ સુધી લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં સાધારણ ઘટાડો થઇ શકે છે. ગત રાત્રિએ અમદાવાદમાં 16.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં 17થી 19 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના છે. ગત રાત્રિએ નલિયામાં 10  ડિગ્રી આસપાસ  તાપમાન નોંધાયુ હતું.


સમગ્ર દેશમાં ઠંડીનું જોર વધી રહ્યું છે


દેશભરમાં ઠંડીની તીવ્રતા દિવસેને દિવસે વધી રહી છે. તમને જણાવી દઈએ કે, રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ઠંડા પવનને કારણે કડકડતી ઠંડી પડી રહી છે. IMDના રિપોર્ટ અનુસાર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પંજાબ જેવા રાજ્યોના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ઠંડીનું જોર વધી રહ્યું છે.   


 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial