Gujarat Weather Update:માર્ચ મહિનો શરૂ થતાં રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતની ચિંતા વધારી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એક સિસ્ટમ સક્રિય થતાં હજું પણ 2 દિવસ કમોસમી વરસાદ પડી શકે છે.


આગામી બે દિવસ કરા સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ પણ કમોસમી વરસાદ ખેડૂતને પરેશાન કરશે.  દિવસ ગુજરાત સહિત દેશનાં 18 રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ગુજરાતના કેટલાક જિલ્લામાં હજું પણ બે દિવસ કરા સાથે ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. ગુજરાત સહિત દેશના 18 રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર,  , યુપી, મધ્યપ્રદેશ દિલ્હી, હરિયાણા, તમિલનાડુ, પંજાબ, કર્ણાટક અને તમિલનાડુનો સમાવેશ થાય છે.


ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ વધુ  એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ એક્ટિવ થતાં હજું પણ કમોસમી વરસાદની સ્થિતિ રાજ્યમાં બની રહેશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે  રાજ્યમાં 26 માર્ચથી 28 માર્ચ સુધી વરસાદી માહોલ રહેશે. સાંબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ અને બોટાદમાં કમોસમી વરસાદ પડી શકે છે.


Weather Update: આજે અને આવતીકાલે વરસાદ-વાવાઝોડાનું યલો એલર્ટ21 માર્ચ સુધી હવામાનમાં ફેરફાર યથાવતજાણો સંપૂર્ણ અપડેટ


Weather Today Update: હવામાન વિભાગે દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અનેક સ્થળોએ યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાનમાં આવેલા ફેરફારને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. આગામી 24 કલાકમાં ઘણી જગ્યાએ વરસાદની પણ શક્યતા છે.


આ વખતે ફેબ્રુઆરીથી જ હીટવેવનો પ્રકોપ શરૂ થઈ ગયો હતો. જો કે હવે વાતાવરણમાં એ રીતે પલટો આવ્યો છે કે ઠંડી પાછી ફરી છે. દિલ્હી NCR સહિત દેશના મોટા ભાગોમાં હળવો વરસાદ અને તેજ પવનને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. શનિવારે રાજધાની દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતા પાંચ ડિગ્રી ઓછું હતું. અને 19 અને 20 માર્ચ માટેઉત્તર પ્રદેશદિલ્હીહરિયાણા અને પંજાબમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસારઘણી જગ્યાએ આંધી સાથે વરસાદ પડી શકે છે.


ક્યાં કેવું રહેશે હવામાન?


સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે દક્ષિણ રાજસ્થાન અને ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે. તેનું પરિભ્રમણ મધ્યપ્રદેશછત્તીસગઢઝારખંડ અને પશ્ચિમ બંગાળ સુધી છે. આગાહી મુજબ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશછત્તીસગઢવિદર્ભપૂર્વ મધ્ય પ્રદેશમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બીજી તરફ ઓડિશાબિહારઝારખંડપશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.


પંજાબહરિયાણાદિલ્હીઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થઈ શકે છે. આ સિવાય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ કરા પડી શકે છે. તમિલનાડુ અને કર્ણાટકના ભાગોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. દિલ્હી એનસીઆરમાં ઘેરા વાદળો છે. અહીં હળવા ઝાપટા પણ પડી શકે છે.


શનિવારે પણ હવામાન વિભાગે મોટા વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરી હતી. બીજી તરફ મેઘાલય અને આસામમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. દેશના મોટા ભાગોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે યલો એલર્ટનો અર્થ છે કે હવામાન બદલાઈ શકે છેતેથી લોકોએ સાવચેત રહેવું જોઈએ.