Rain Update:રાજ્યમાં કમોસમી વરસાદનો કેર યથાવત, સવારે 10 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં વરસ્યો
Rain Update:છેલ્લા એક સપ્તાહથી કમોમસી વરસાદ રાજ્યને ઘમરોળી રહ્યો છે. સવારથી 10 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

Gujarat Rain Forecast: ગુજરાતમાં અરબી સમુદ્રમાં એક્ટિવ સિસ્ટમના કારણે સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અચાનક જ આવેલા વાતાવરણમાં પલટાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. હજુ પણ આગામી 2થી 3 દિવસ સુધી સ્થિતિ યથાવત રહેવાની શકયતા છે. આજ સવારથી ગુજરાતના માટોભાગના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. કાળાડિંબાગ વાદળો વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારમાં સવારથી કમોસમી વરસાદની એન્ટ્રી થઇ. વહેલી સવારથી સવારના 10 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
સવારે 6થી 10 વાગ્યા સુધીમાં વાપીમાં 0.79 ઈંચ વરસાદ વરસ્યો તો ઉમરગામમાં 0.71 ઈંચ વરસાદ વરસ્યો. તલોદમાં 0.51 ઈંચ,ભાવનગરના મહુવામાં 0.51 ઈંચ, રાજુલામાં 0.43 ઈંચ વરસાદ વરસ્યો. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં પારડીમાં 0.28 ઈંચ અને ધોલેરા, વલસાડમાં 0.24 ઈંચ વરસાદ વરસ્યો.
હવામાન વિભાગની વરસાદની આગાહી
રાજ્યમાં હજુ આજે પણ માવઠાનો માર રહેશે યથાવ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 3 નવેમ્બર સુધી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. મધ્ય ગુજરાતના બે જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં યલો એલર્ટ તો ભરૂચ, સુરત, તાપી, નવસારીમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે. ડાંગ, વલસાડ, સંઘપ્રદેશ દમણ, દાદરાનગર હવેલી, વડોદરા,નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ગુજરાતના 20 જિલ્લા માટે રાહતના સમાચાર છે. અહીં 20 જિલ્લામાં વરસાદની શક્યતા નહીંવત છે.
અંબાલાલ પટેલની વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તેમના આંકલન મુજબ 2 નવેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લામાં હજુ કમોસમી વરસાદ વરસતો રહેશે.સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે. ત્રણ દિવસના વિરામ બાદ 5 નવેમ્બરથી બીજી સિસ્ટમ સક્રિય થશે. 7 નવેમ્બર આસપાસ બંગાળ ખાડીમાં ફરી લો- પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. બંગાળ સાગરમાં લો-પ્રેશરના કારણે ગુજરાતનું હવામાન બદલાશે. 18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં વાવાઝોડા સાથે ભાર વરસાદનું સંકટ હોવાની ચેતવણી આપી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ દરિયામાં વારંવાર લો-પ્રેશરના કારણે હવામાનમાં પલટો નવેમ્બરમાં પણ પલટો આવતો રહશે. અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, વારંવાર ઋતુચક્ર બદલાતા ખેડૂતો પાયમાલ થશે. અંબાલાલ પટેલે ઠંડી વિશે પણ આગાહી કરી છે. તેમના આંકલન મુજબ રાજ્યમાં 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીની શરૂઆત થઇ જશે





















