શોધખોળ કરો

ખેડૂતોના માથે આભ ફાટ્યું! 12 જિલ્લામાં કમોસમી વરસાદથી મગફળીના પાથરા પલળ્યા, માર્કેટ યાર્ડમાં ડાંગરને બચાવવા દોડધામ

Heavy rainfall Gujarat: સૌરાષ્ટ્રના મુખ્ય જિલ્લાઓમાં કમોસમી વરસાદનું જોર જોવા મળ્યું, જેનાથી ખેડૂતોની ચિંતા વધી છે.

Rain in Gujarat: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત ના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (માવઠું) વરસ્યો છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે. જૂનાગઢ ના ચોરવાડ, ગીર સોમનાથ ના વેરાવળ-સોમનાથ, અમરેલી ના ધારી-ખાંભા, વલસાડ-સુરત-નવસારી અને પંચમહાલ-દાહોદ સહિતના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. આ અણધાર્યા વરસાદથી ખેતરમાં લણણી કરેલા મગફળીના પાથરા, ડાંગર, સોયાબીન, ચીકુ અને પશુઓનો ઘાસચારો પલળી જતાં પાકની ગુણવત્તા બગડવાનો અને આર્થિક નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. વરસાદી પાણી બજારો અને મંદિરોમાં પણ ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: ખેતરોમાં મગફળીના પાથરા પલળ્યા

સૌરાષ્ટ્રના મુખ્ય જિલ્લાઓમાં કમોસમી વરસાદનું જોર જોવા મળ્યું, જેનાથી ખેડૂતોની ચિંતા વધી છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રોડ-રસ્તા પર પાણી ભરાયા હતા. માળીયા હાટીના ના ભંડુરી, પાણીધ્રા ગીર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધાયો. કેશોદ શહેર અને પંથકમાં વરસાદ પડતા ખેતરોમાં તૈયાર પડેલા મગફળી અને સોયાબીન ના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે.

ગીર સોમનાથ જિલ્લામાં પણ વેરાવળ-સોમનાથ શહેર સહિત એસટી બસ સ્ટેશન અને તપેશ્વર મંદિર રોડ પર ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા હતા. તપેશ્વર રોડ પરના શિવ મંદિરમાં પણ પાણી ભરાવવાની ઘટના બની. અમરેલી જિલ્લાના ધારી ના ત્રંબકપુર અને ખાંભા પંથકમાં પણ જોરદાર વરસાદ વરસ્યો, જેનાથી ખેડૂતોને તૈયાર પાક અને સૂકા ઘાસચારાને બચાવવા માટે દોડધામ કરવી પડી. પોરબંદર ના માધવપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. ખેડૂતોની મુખ્ય વ્યથા એ છે કે જો આ માવઠું ચાલુ રહેશે, તો લણણી કરેલો મગફળીનો પાક સડી જશે અને પશુઓ માટેનો ચારો પણ નકામો બની જશે.

દક્ષિણ ગુજરાતમાં માવઠું: ડાંગર, ચીકુના પાકને નુકસાનનો ડર

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ વરસ્યો, જેનાથી ઉભા પાકને નુકસાન થવાની ચિંતા વધી છે. વલસાડ શહેરમાં પવન સાથે વરસાદ વરસતા રોડ-રસ્તા પાણી પાણી થયા, અને સાંજના સમયે વિઝિલિબિટી ઘટતાં વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી. વાપી શહેર, ઉમરગામ અને કપરાડા તાલુકામાં પણ વરસાદ નોંધાયો. ઉમરગામના નારગોલ દરિયાકાંઠે વરસાદ પડતાં દિવાળી વેકેશન માણવા આવેલા પર્યટકો ભીંજાયા હતા.

સુરત શહેરના ડુમસ દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ પડ્યો, જ્યારે વેસુ વિસ્તારના રસ્તાઓ તરબોળ થયા. નવસારી શહેર અને ગણદેવી તાલુકાના બીલીમોરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. આ કમોસમી વરસાદને કારણે ડાંગર, ચીકુ જેવા મહત્વના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુરા અને ડાંગ જિલ્લાના આહવામાં પણ કમોસમી વરસાદ વરસતાં ડાંગર, વરાઈ, નાગલી અને કઠોળ ના તૈયાર પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે.

મધ્ય ગુજરાતમાં બજાર યાર્ડમાં દોડધામ: ડાંગરને મોટો ફટકો

મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં માવઠું જોવા મળ્યું. પંચમહાલ ના ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો. સૌથી વધુ હાલાકી કાકણપુર માર્કેટ યાર્ડ માં થઈ, જ્યાં ડાંગર ની ખરીદી ચાલુ હતી ત્યારે જ વરસાદ વરસતા ખેડૂતો અને વેપારીઓ પોતાનો પાક પલળતો બચાવવા દોડાદોડી કરતા જોવા મળ્યા. શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ડાંગર અને ઘાસચારા ને મોટા પાયે નુકસાન થયું છે. મહીસાગર ના બાલાસિનોર અને દાહોદ ના ઝાલોદ શહેરમાં ધીમીધારે વરસાદ પડતાં રસ્તાઓ પાણીથી ભરાયા હતા, અને ખેતીના પાકને થતા નુકસાનથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કૃષિ પેકેજ જાહેર થતા જ અમરેલી ભાજપમાં ભડકો,આ નેતાએ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવી આપ્યું રાજીનામું
કૃષિ પેકેજ જાહેર થતા જ અમરેલી ભાજપમાં ભડકો,આ નેતાએ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવી આપ્યું રાજીનામું
પંચાયતોમાં ભ્રષ્ટાચાર ડામવા સરકાર એક્શનમાં: DDOને મળી પ્રમુખને ઘરભેગા કરવાની સત્તા
પંચાયતોમાં ભ્રષ્ટાચાર ડામવા સરકાર એક્શનમાં: DDOને મળી પ્રમુખને ઘરભેગા કરવાની સત્તા
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ફરી ઘાયલ થયો ઋષભ પંત, શું દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં નહીં કરી શકે કમબેક?
ફરી ઘાયલ થયો ઋષભ પંત, શું દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં નહીં કરી શકે કમબેક?
Advertisement

વિડિઓઝ

હું તો બોલીશ: રઝળતા ઢોર અને કૂતરાંને લઈ સુપ્રીમ ઓર્ડર
Vadodara News: વડોદરાની SSG હોસ્પિ.માં રખડતા શ્વાનથી લોકોની દહેશતનો માહોલ
Kheda news: ખેડામાં ઠાસરા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ
Praful Pansheriya: આરોગ્ય મંત્રી આવ્યા એકશનમાં, નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કરી કાર્યવાહી
Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કૃષિ પેકેજ જાહેર થતા જ અમરેલી ભાજપમાં ભડકો,આ નેતાએ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવી આપ્યું રાજીનામું
કૃષિ પેકેજ જાહેર થતા જ અમરેલી ભાજપમાં ભડકો,આ નેતાએ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવી આપ્યું રાજીનામું
પંચાયતોમાં ભ્રષ્ટાચાર ડામવા સરકાર એક્શનમાં: DDOને મળી પ્રમુખને ઘરભેગા કરવાની સત્તા
પંચાયતોમાં ભ્રષ્ટાચાર ડામવા સરકાર એક્શનમાં: DDOને મળી પ્રમુખને ઘરભેગા કરવાની સત્તા
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ફરી ઘાયલ થયો ઋષભ પંત, શું દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં નહીં કરી શકે કમબેક?
ફરી ઘાયલ થયો ઋષભ પંત, શું દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં નહીં કરી શકે કમબેક?
પ્રધાનમંત્રી મોદીએ કાશીથી દેશને આપી મોટી ભેટ, 4 નવી વંદે ભારત ટ્રેનોને આપી લીલીઝંડી
પ્રધાનમંત્રી મોદીએ કાશીથી દેશને આપી મોટી ભેટ, 4 નવી વંદે ભારત ટ્રેનોને આપી લીલીઝંડી
રોજ અપડાઉન કરતા લોકો માટે બેસ્ટ છે આ 5 બાઈક્સ અને સ્કૂટર, કિંમત 55 હજારથી શરુ, જુઓ લીસ્ટ
રોજ અપડાઉન કરતા લોકો માટે બેસ્ટ છે આ 5 બાઈક્સ અને સ્કૂટર, કિંમત 55 હજારથી શરુ, જુઓ લીસ્ટ
ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનો મોટો નિર્ણય: અમેરિકા પાસેથી ખરીદશે તેજસ ફાઇટર જેટના એન્જિન, હજારો કરોડની ડીલ ફાઈનલ
ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનો મોટો નિર્ણય: અમેરિકા પાસેથી ખરીદશે તેજસ ફાઇટર જેટના એન્જિન, હજારો કરોડની ડીલ ફાઈનલ
IND vs AUS: આજે સિરીઝ જીતવાના ઈરાદે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, ગાબામાં ભારત-ઓસ્ટ્રેલિયાનો હેડ ટૂ હેડ રેકોર્ડ હેરાન કરી દેશે
IND vs AUS: આજે સિરીઝ જીતવાના ઈરાદે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, ગાબામાં ભારત-ઓસ્ટ્રેલિયાનો હેડ ટૂ હેડ રેકોર્ડ હેરાન કરી દેશે
Embed widget