Gujarat assembly election 2022: યૂપીના સીએમ અને બીજેપીના ફાયરબ્રાન્ડ નેતા કચ્છમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા છે. ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાપરમાં સભા સંબોધી છે. પ્રાગપર સભામાં તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. રાપર વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિરેન્દ્ર સિંહ જાડેજાના સમર્થનમાં સભા સંબોધી હતી. મોટી સંખ્યામાં રાપરના લોકો યોગી આદિત્યનાથને સાંભળવા માટે પહોંચ્યા હતા.


તેમણે ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરી હતી. ભાઈઓ બહેનો કેમ છો બધા મજા માં ને....આમ કહીને યોગી આદિત્યાનાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આજે વિકાસના કામો વેગવાન બની રહ્યા છે. કોંગ્રેસના એક નેતા ભારત જોડો યાત્રા કાઢી છે પણ રાષ્ટ્રીય ગાનની જગ્યાએ ફિલ્મી ગીતો વગાડી રહ્યા છે. હર હર તિરંગા નરેન્દ્ર મોદીએ કર્યું છે. બધી સીમા સુરક્ષિત થઈ છે. 20 વર્ષ પેલા દંગા થતાં હતાં. ગુજરાતમાં ગુંડાગર્દી થઈ રહી હતી પણ આજે ગુજરાત વિકાસની ગતિએ વધી રહ્યું છે. ગુંડાગર્દી, દંગા કરવામાં કામ આ બધા કોંગ્રેસના કામ છે.


યોગી આદિત્યનાથ રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. કોંગ્રેસ આ ના કરી શકત કોંગ્રેસ ઉપર ભરોસો ના કરશો. કોંગ્રેસે આનો વિરોધ કર્યો હતો. જ્યારે રામ મંદિર માટે ભાજપ આગળ હતું ત્યારે પણ કોંગ્રેસે રામ મંદિરની વિરોધ કર્યો હતો. સંકટના સમયમાં દેશનાં નાગરિક સાથે કેવી સંવેદના થવી જોઈએ એ કોરોનામાં ફ્રી વેક્સિન, ફ્રીમાં રાશન એ ડબલ એન્જિન સરકારે આપ્યો હતો. કચ્છમાં કમળ જ કમળ જોઈએ આજ માટે હું આજે કચ્છ આવ્યો છું. કચ્છ માટે આજે મુંબઈમાં પણ લોકો કચ્છના સાથે ઉભા છે. 


દાહોદમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ- 'આ ચૂંટણીમાં તમામ રેકોર્ડ તૂટવાના છે'


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં રેલી સંબોધિત કરી હતી. લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દાહોદ વિરોની ધરતી છે. ફરી એક વખત ભાજપની સરકાર બનાવવા માટે એડવાન્સમાં અભિનંદન આપું છું. આ ચૂંટણીમાં તમામ રેકોર્ડ તૂટવાના છે. જનતા મારા માટે ઇશ્વરનો અવતાર છે. કોગ્રેસ જીત બાદ મતદારો  સામે પણ જોતી નથી.


મહેસાણાના ગામેગામ ભાજપની જીત નક્કીઃ પીએમ મોદી



મહેસાણાના લોકો મહત્તમ મતદાન કરીને રેકોર્ડ તોડશે. મહેસાણાના ગામેગામ ભાજપની જીત નક્કી. મહેસાણા જિલ્લાના વડીલોના આશીર્વાદથી મહેસાણાના દિકરાની કાર્યક્ષમતામાં વધારો થશે.મહેસાણાનો દિકરો હોવાના નાતે મહેસાણા જિલ્લાનો સર્વાંગિક વિકાસ પર ધ્યાન આપ્યું. મહેસાણાની વિરાસત જાળવવાનો પૂરો પ્રયાસ કર્યો. મહેસાણાની રેલ કનેક્ટિવિટી વધારવાનો પ્રયાસ કર્યો. સોલિડ વિઝન સાથે મહેસાણા વિકાસના પંથે અગ્રેસર, મહેસાણા મારું મહેસાણાના લોકો મારા. હું આજે મારા ઘરમાં છું. આ નરેન્દ્ર, ભૂપેન્દ્રની સરકારે પશુઓની પણ એટલી જ ચિંતા કરી છે. 14000 કરોડ રુપિયાનું બજેટ ખર્ચીને પશુઓને મફત ટીકાકરણનું અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે