શોધખોળ કરો

પ્રાંતિજ નગરપાલિકામાં હડકંપ, પ્રમુખ સામે સભ્યોનો વિદ્રોહ, ભાજપના 15 કોર્પોરેટરોએ આપ્યું રાજીનામુ

સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ભાજપના 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામું આપ્યાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે.

સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ભાજપના 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામું આપ્યાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. કોર્પોરેટરોએ નગરપાલિકાના પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિજ્ઞેશ પંડ્યા પર મનમાની અને એકહથ્થું વહીવટ કરવાનો આરોપ લગાવ્યો છે અને 15 કોર્પોરેટરે રાજીનામા આપી દીધા છે

રાજીનામું આપનાર કોર્પોરેટરોએ નગરપાલિકાના પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિજ્ઞેશ પંડ્યા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કોર્પોરેટરોનો આરોપ છે કે, નગરપાલિકામાં મનમાની રીતે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને ચૂંટાયેલા સભ્યોની અવગણના કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Gujarat:રાજ્યસભાની 4 બેઠકો માટે આજે ઉમેદવારી પ્રક્રિયાનો પ્રારંભ, 8 જૂન સુધી ભરાશે ફોર્મ

પ્રાંતિજ નગરપાલિકામાં કુલ 24 બેઠકોમાંથી ભાજપ પાસે 19 બેઠકો છે. આવા સમયે 15 કોર્પોરેટરોના સામૂહિક રાજીનામાની ચર્ચાએ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી છે. જોકે રાજીનામા સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યા છે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.એકસાથે 15 સભ્યોના બળવાને કારણે ભાજપ સંગઠન ચોંકી ઊઠ્યું છે. આ સાગમટે વિરોધ પાછળના કારણો અને આખા પ્રકરણમાં કોની દોરીસંચાર છે, તે જાણવા સંગઠન દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

રાજીનામાનો પત્ર વાયરલ થયા બાદ સ્થાનિક રાજકારણમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે. હવે પક્ષના ઉચ્ચ નેતાઓ સમગ્ર મામલે શું નિર્ણય લે છે અને નારાજ કોર્પોરેટરોને મનાવવા માટે શું પ્રયાસો થાય છે તેના પર સૌની નજર છે. મળતી માહિતી મુજબ  ભાજપ સંગઠન દ્વારા આ આંતરિક વિખાદને સત્ત્વરે  થાળે પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

પ્રમુખ પદની પસંદગી વખતે શરૂઆતથી જ પક્ષમાં ખેંચતાણનો માહોલ હતો, જે હવે આ સામૂહિક રાજીનામાં સ્વરૂપે બહાર આવ્યો છે. આ ઘટનાથી પ્રાંતિજ (Prantij) ના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપનું સ્થાનિક સંગઠન આટલી મોટી સંખ્યામાં થયેલા બળવાને કેવી રીતે શાંત પાડે છે.પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપના 15 કોર્પોરેટરોના સામૂહિક રાજીનામાના મુદ્દે રાજકીય તાપમાન વધી ગયું છે. હવે આ વિવાદનો અંત કેવી રીતે આવે છે અને પક્ષની અંદરની નારાજગી કેટલી દૂર થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.      

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh:
Junagadh: "તેં સોપારી કેમ ખાધી?" કહીને પતિએ પત્ની પર કર્યો હુમલો, પત્નીનું સારવાર દરમિયાન મોત 
શિક્ષણની ગુણવત્તા સુધારવા મહત્વનો નિર્ણય:ચાલુ શાળાએ મોબાઈલ અને બિનશૈક્ષણિક કાર્યક્રમો પર રોક
શિક્ષણની ગુણવત્તા સુધારવા મહત્વનો નિર્ણય:ચાલુ શાળાએ મોબાઈલ અને બિનશૈક્ષણિક કાર્યક્રમો પર રોક
શિક્ષકોના પ્રશ્નોને લઈને શૈક્ષિક મહાસંઘ મેદાને, 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવા માગ
શિક્ષકોના પ્રશ્નોને લઈને શૈક્ષિક મહાસંઘ મેદાને, 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવા માગ
મેગા ડિમોલિશનની તૈયારી તેજ, અમદાવાદમાં 160 અને રાજકોટમાં 70થી વધુ દબાણો દૂર કરાશે
મેગા ડિમોલિશનની તૈયારી તેજ, અમદાવાદમાં 160 અને રાજકોટમાં 70થી વધુ દબાણો દૂર કરાશે
Advertisement

વિડિઓઝ

Mehsana News : મહેસાણા મનપામાં કચરા કલેક્શનના નામે કૌભાંડના આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના ધામને કરાયું 'કૉપીરાઈટ'
Hun To Bolish : હું તો બોલીશ : અશ્રુભીની આંખો,વણઉકેલાયેલું રહસ્ય
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી દારુની ગોઠવણ ?
Junagadh News : જૂનાગઢમાં સોપારી ખાવા બાબતે પતિએ કરી પત્નીની હત્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કરારની નજીક ઈરાન અને અમેરિકા...', ઈરાનના વિદેશમંત્રીની પોસ્ટ ટ્રમ્પે કરી રિપોસ્ટ
'કરારની નજીક ઈરાન અને અમેરિકા...', ઈરાનના વિદેશમંત્રીની પોસ્ટ ટ્રમ્પે કરી રિપોસ્ટ
અમેરિકા રાજદૂત સમક્ષ ભારતે વિરોધ નોંધાવતા ટ્રમ્પે આપ્યું નિવેદન, કહ્યું- 'ભારતીય જહાજો પર હુમલો...'
અમેરિકા રાજદૂત સમક્ષ ભારતે વિરોધ નોંધાવતા ટ્રમ્પે આપ્યું નિવેદન, કહ્યું- 'ભારતીય જહાજો પર હુમલો...'
Canada: કેનેડામાં ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી, લોકોને કેમ આપી સાવધાન રહેવાની સલાહ?
Canada: કેનેડામાં ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી, લોકોને કેમ આપી સાવધાન રહેવાની સલાહ?
Junagadh:
Junagadh: "તેં સોપારી કેમ ખાધી?" કહીને પતિએ પત્ની પર કર્યો હુમલો, પત્નીનું સારવાર દરમિયાન મોત 
IND vs AFG: ભારત-અફઘાનિસ્તાનની પ્રથમ વન-ડે પર મંડરાયો ખતરો, ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર
IND vs AFG: ભારત-અફઘાનિસ્તાનની પ્રથમ વન-ડે પર મંડરાયો ખતરો, ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર
EPFO News: હવે UPIથી મળશે PFના પૈસા! અરજી કરતા પહેલા જાણી લો 5 જરૂરી વાતો
EPFO News: હવે UPIથી મળશે PFના પૈસા! અરજી કરતા પહેલા જાણી લો 5 જરૂરી વાતો
FSSAIની મોટી કાર્યવાહી, ફૂડ પેકેટ્સમાં મેટલ પિન-તારના ઉપયોગ પર પ્રતિબંધ
FSSAIની મોટી કાર્યવાહી, ફૂડ પેકેટ્સમાં મેટલ પિન-તારના ઉપયોગ પર પ્રતિબંધ
Sleep Cycle For Women: રાત્રે 11 વાગ્યા પછી જાગવું પડી શકે છે ભારે, મહિલાઓની ફર્ટિલિટી પર પડી શકે છે અસર
Sleep Cycle For Women: રાત્રે 11 વાગ્યા પછી જાગવું પડી શકે છે ભારે, મહિલાઓની ફર્ટિલિટી પર પડી શકે છે અસર
Embed widget