રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રથમ તબક્કામાં 133 તાલુકા પંચાયતના પ્રમુખોની જાહેરાત થયા પછી, આજે 25 મેના રોજ બાકી રહેલી 127 તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બનાસકાંઠાના વડગામમાં ભારે હોબાળો મચી ગયો હતો. જાણીએ શું છે મામલો..

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આજે 25 મેના રોજ  127 તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.  વડગામ તાલુકા પંચાયતમાં જ્યારે  પ્રમુખ પદની વરણી પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન જ કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે ભારે બબાલ  થઇ હતી.  બંને પક્ષના સભ્યો સામાસામે આવી ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. 

Continues below advertisement
Continues below advertisement

 

ઉલ્લેખનિય છે કે બનાસકાંઠાના વડગામમાં  અહીં કોંગ્રેસના 14માંથી 13 ઉમેદવાર હાજર રહ્યા હતા, જ્યારે ભાજપના 13 અને 1 અપક્ષ ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બંને પક્ષ  વચ્ચે બબાલ એટલી વણસી હતી કે, બંને પક્ષના સમર્થકો આમને-સામને આવી જતાં વાતાવરણ તંગ બન્યું હતું. અને  પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અને  દરમિયાનગીરી કરીને મામલેને થાળે પાડવા કોશિશ કરી હતી. 

જૂનાગઢ તાલુકા પંચાયતના AAPના સભ્યની ધરપકડ તો બીજી તરફ જૂનાગઢમાં ટાઈની સ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ટેકેદાર સભ્યની છેતરપિંડીના કેસમાં ધરપકડ થતાં વિપક્ષે લોકશાહીની હત્યાના આક્ષેપો કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. નોંઘનિય છે કે. AAPના સભ્યની ધરપકડ કરવામાં આવી છે.બગડુ બેઠક પરથી ચૂંટાયેલા સંજય પાઘડારની ધરપકડ કરાઈ છે.7 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.            

તાલુકા પંચાયતમાં કોની સત્તા આવશે તેના પર નજરઆજે જૂનાગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી છે. તાલુકા પંચાયતમાં ભાજપ અને AAP પાસે 9-9 બેઠક છે.ધરપકડ બાદ AAPના સભ્ય મતદાન કરી શકશે કે નહીં તે સવાલ પણ હાલ ચર્ચામાં આવ્યો છે.તાલુકા પંચાયતની કુલ 18 બેઠક માંથી 9 બેઠક ભાજપ પાસે 9 બેઠક આમ આદમી પાસે છે એટલે બન્ને પક્ષો વચ્ચે ટાઈ પડી છે.ધરપકડ થયા બાદ આમ આદમી પાર્ટીના બગડુ બેઠક પરના સદસ્ય મતદાન કરી શકશે કે નહીં તે પણ મોટો સવાલ.જૂનાગઢ તાલુકા પંચાયતમાં કોની સત્તા આવશે તેના પર સૌની નજર છે.