કોરોનાના પોઝિટિવ કેસની સાથે રાજ્યમાં સતત મૃત્યુઆંક વધી રહ્યો છે. આ સ્થિતિમાં સ્માશાનમાં એક સાથે વીસ સળગતી ચિતાનું દ્વશ્ય જોવા મળ્યું..દિનપ્રતિદિન વધતા પોઝિટિવ કેસની સાથે વધતો જતો મૃત્યુઆંકના કારણ સ્મશાનમાં આવા કરૂણ દ્વશ્યો જોવા મળી રહ્યાં છે.
કોરોનાના પોઝિટિવ કેસની સાથે રાજ્યમાં સતત મૃત્યુઆંક વધી રહ્યો છે. આ સ્થિતિમાં સ્માશાનમાં એક સાથે વીસ સળગતી ચિતાનું દ્વશ્ય જોવા મળ્યું..દિનપ્રતિદિન વધતા પોઝિટિવ કેસની સાથે વધતો જતો મૃત્યુઆંકના કારણ સ્મશાનમાં આવા કરૂણ દ્વશ્યો જોવા મળી રહ્યાં છે.
વડોદરા શહેર જિલ્લામાં કોરોના કેર યથવાત છે. પોઝિટિવ કેસનો કુલ આંક 38,008 ઉપર પહોંચી ગયો છે. તો વડોદરા શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 309 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 31,899 લોકોએ સંક્રમણના કારણે જીવ ગુમાવ્યાં છે. વડોદરામાં હાલ 5800 એક્ટિવ કેસ છે તો તેમાં પૈકી 376 દર્દી ઓક્સિજન ઉપર અને 246 દર્દી વેન્ટિલેટર પર છે.
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 38,008 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 5732, પશ્ચિમ ઝોનમાં 6828, ઉત્તર ઝોનમાં 7306, દક્ષિણ ઝોનમાં 6888, વડોદરા ગ્રામ્યમાં 11,220 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે. વડોદરામાં આજે એક 23 વર્ષિય ઇન્ટર્ન ડોક્ટરનું પણ નિધન થતાં ચકચાર મચી ગઇ છે. ડોક્ટર એસએસજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતી ફરજ દરમિયાન જ તેમનું મૃત્યુ નિપજ્યુ હતુ. ઉપરાંત વડોદરામાં વડોદરા શહેર કોંગ્રેસના મહિલા આગેવાન નીતાબેન પરમારનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
વડોદરામાં સંક્રમણ વધતાં કોરોનાના ટેસ્ટ માટે પણ લાંબી કતારો જોવા મળી હતી. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ બેકાબૂ બન્યું છે. એવામાં વાઘોડીયા તાલુકા અને ગ્રામ પંચાયતના સભ્યોની મિટિંગ મળી હતી. જેમાં નિર્ણય લેવાયો છે કે, કોરોના સંક્રમણની ચેઈનને તોડવા 25 એપ્રિલ સુધી વાઘોડીયામાં સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન રહેશે અને સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન ન કરનારને 1100 રૂપિયાનો દંડ વસૂલાશે.