Valsad: વલસાડમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચાલુ ક્લાસે ખેંચ અને હાર્ટ એટેક આવતાં વિદ્યાર્થીનું મોત થયું છે. જે.પી.શ્રોફ આર્ટ્સ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ખેંચ આવતા.હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.વલસાડના આકાશ ગાર્ડનમાં મૃતક વિદ્યાર્થી રહેતો હતો.
વિદ્યાર્થીના મોતની સમગ્ર ઘટના કોલેજના સીસીટીવીમાં કેદ થઈ હતી. હસતા-ખેલતા 19 વર્ષીય યુવકનું અચાનક મોત થતાં પરિવારજનો, મિત્રો અને કોલેજ સ્ટાફ શોકમાં ગરકાવ થયો છે. વલસાડના મોગરવાડી વિસ્તારમાં રહેતો આકાશ દિનેશભાઈ પટેલ જેપી શ્રોફ આર્ટ્સ કોલેજમાં એસવાય બીએમાં અભ્યાસ કરતો હતો. તે દરરોજની માફક આજે સવારે પોતાની કોલેજ પર પહોંચ્યો હતો. સવારે અગિયાર વાગ્યાના અરસામાં આકાશ તેના મિત્રો સાથે કોલેજ કેમ્પસમાં આવેલા ગાર્ડનમાં વાતચીત કરી રહ્યો હતો. ત્યારે નજીકમાં જ અન્ય મિત્રો બેસેલા હોવાથી તેને મળવા માટે તે જઈ રહ્યો હતો અને અચાનક ઢળી પડ્યો હતો.
રાજકોટમાં ઠંડીથી વિદ્યાર્થીનીના મોત બાદ તંત્રએ શું કર્યો આદેશ ?
રાજ્યમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડતા રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ત્યારે ગઈકાલ રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એ. વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8માં ભણતી એક વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. ધોરણ 8ની આ વિદ્યાર્થિનીને ધ્રુજારી આવ્યા બાદ બેન્ચ પરથી ઢળી પડી હતી અને એ પછી તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થીનીના મોત બાદ તંત્ર સફળું જાગ્યું છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો છે. જે મુજબ ગુરુવારથી રાજકોટની તમામ શાળાનું શૈક્ષણિક કાર્ય સવારે 8 વાગ્યાથી શરૂ થશે ઉપરાંત ઠંડીના દિવસોમાં યુનિફોર્મના સ્વેટર સિવાય વધારાના સ્વેટર અને શાલ પહેરતા શાળા નહિ રોકી શકશે નહીં.
આ બાબતે પરિવારજનોએ આરોપ કરતા કહ્યુ હતું કે ઠંડીના કારણે બાળકીને હાર્ટ અટેક આવ્યો હતો અને તેનો તાત્કાલિક સારવાર ન મળતાં બાળકીનું મૃત્યુ થયુ છે. આ ઘટના બાદ આજે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને આ સમગ્ર ઘટના બાબતે સ્કૂલ પાસેથી રિપોર્ટ માગ્યો છે. બાળકીના મૃતદેહને પીએમ માટે લઇ જવાયો છે.