Vav seat assembly by-election: આગામી વાવ વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસના બે મોટા ઠાકોર નેતાઓના અચાનક જાપાન પ્રવાસથી પક્ષમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ઠાકોર સમાજમાં મોટું વર્ચસ્વ ધરાવતા પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને બળદેવજી ઠાકોર ગઈકાલે એક સપ્તાહના જાપાન પ્રવાસે રવાના થયા છે.
બનાસકાંઠાની લોકસભા બેઠક માટે બળદેવજી ઠાકોરની મુખ્ય જવાબદારી હતી, જ્યારે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને ચંદનજી ઠાકોરે ભાજપને કડી ટક્કર આપી હતી. વાવ વિધાનસભા બેઠક પર સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, ત્યારે પેટાચૂંટણીના આવા નાજુક સમયે બંને દિગ્ગજ નેતાઓના અચાનક વિદેશ પ્રવાસથી કોંગ્રેસ પક્ષમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ પક્ષને આ પ્રવાસ અંગે કોઈ પૂર્વ જાણ કરી ન હતી. આ પરિસ્થિતિમાં પક્ષના કાર્યકરોમાં અનેક પ્રકારની અટકળો તેજ બની છે. પેટાચૂંટણીના પ્રચાર અને વ્યૂહરચના માટે આ બંને અનુભવી નેતાઓની ગેરહાજરી પક્ષને નડી શકે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે.
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવની બેઠક ખાલી પડી હતી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરે યોજાશે. જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે.
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવની બેઠક ખાલી પડી હતી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરે યોજાશે. જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે.
વાવ બેઠકની ચૂંટણીની જાહેરાતને લઈ ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીએ નિવેદન આપ્યું હતું કે ભાજપ ચૂંટણી માટે હંમેશા તૈયાર જ હોય છે. વિજયના વિશ્વાસ સાથે મેદાનમાં ઉતરીશું. લોકસભામાં વાવ વિધાનસભાનું પરિણામ ભાજપ માટે પોઝિટિવ હતું.
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી યોજાશે, આગામી 13મી નવેમ્બરે મતદાન યોજાશે અને 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. જેને લઇને હવે કોંગ્રેસની સાથે સાથે ભાજપે વાવા બેઠક પર યોગ્ય ઉમેદવાર ઉતારવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી બનાસકાંઠાની આ હાઇ પ્રૉફાઇલ થઇ ચૂકેલી બેઠક પર ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઇ છે. આમાં ત્રણ નિરીક્ષકો વાવ બેઠક માટે ઉમેદવારોની સેન્સ લેશે.
આ પણ વાંચોઃ