પંચમહાલઃ પંચમહાલમાં યુવકોને તાલિબાની સજા આપવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.  ત્રણ યુવકોને થાંભલા સાથે બાંધી માર મારવામાં આવી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે યુવક નીચે જમીન પર પડ્યો છે અને તેના હાથ પગ દોરડાથી બાંધવામાં આવ્યા છે. તો બીજા વીડિયોમાં ત્રણ યુવકોને વીજપોલ સાથે બાંધવામાં આવ્યા છે. દરમિયાન તેની આસપાસ લોકોનું ટોળું ઉભું છે અને યુવકને ધમકાવામાં આવી રહ્યા છે. આ વાયરલ વીડિયો ગોધરા તાલુકાના ઓરવાડા ગામના હોવાની ચર્ચા છે.


પ્રેમ પ્રકરણ મામલે ત્રણ યુવકોને થાંભલા સાથે બાંધી માર માર્યો હોવાનો આરોપ છે. સાથે જ યુવક શહેરા તાલુકાનો હોવાની પણ માહિતી મળી રહી છે. જોકે, વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. પ્રાથમિક તપાસના આધારે પાંચ શખ્સોની અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


ગુજરાતની એક જ કોલેજમાં 33 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતાં તંત્ર થયું દોડતું


ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસો ઘટતા જનજીવન રાબેતા મુજબ બન્યું છે, ત્યારે ફરી એકવાર એક સાથે મોટી સંખ્યામાં કેસો સામે આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. ગાંધીનગર સ્થિત જીએનએલયુમાં કોરોનાના 33 કેસો સામે આવ્યા છે. એક વિદ્યાર્થીની ટ્રાવેલ હિસ્ટ્રી દિલ્લી, અન્ય એક વિદ્યાર્થીની ટ્રાવેલ હિસ્ટ્રી તમિલનાડુની સામે આવી છે, જ્યારે બાકીના વિદ્યાર્થીઓ ક્લોઝ કોન્ટેક્ટમાં આવ્યા હતા. અત્યારે હાલ ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા અન્ય વિદ્યાર્થીના ટેસ્ટિંગ કરવામાં આવશે. જીએનએલયુને કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યું છે. શૈક્ષણિક કામગીરી હાલપુરતી બંધ રહેશે.


રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ભણતા અને ત્યાની હોસ્ટેલમાં જ રહેતા વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પૈકી ઘણાને ગઇ કાલે શરદી અને તાવની તકલીફ હતી જેના પગલે તેમના કોરોના ટેસ્ટ કરાતા તે પોઝિટિવ આવ્યા હતા. આ પછી કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સાબદું બન્યું હતું.ગઈ કાલે સામૂહિક ટેસ્ટીંગ કરતાં યુનિ.ની હોસ્ટેલમાં રહેતા 33 વિદ્યાર્થીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે પૈકી એક દિલ્હી અને તમિલનાડૂથી વિદ્યાર્થી થોડા દિવસ પહેલા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. 


 


હાર્દિક પંડ્યાની પત્ની Natasa Stankovicએ સ્વિમસૂટ પહેરીને પૂલમાં બતાવ્યો હૉટ અવતાર, વીડિયો વાયરલ


Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ


ગુજરાતમાં કઈ જગ્યાએ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, એક સાથે 92 આગેવાનોએ આપી રાજીનામાની ચીમકી


PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો