Sabarkantha: રાજ્યમાંથી શિક્ષણની ખસ્તા હાલતનો એક સૌથી શરમજનક કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની હાલત અન્ય શહેરો કરતાં ઘણી જ ખસ્તા થઇ ગઇ છે. આનો એક નમૂનો હાલમાં જ જિલ્લાના વડાલી તાલુકાની કંબોયા પ્રાથમિક શાળામાંથી સામે આવી છે. 


માહિતી પ્રમાણે, સાબરકાંઠા જિલ્લામાં શિક્ષણ જગતને નીચુ જોવડાવે તેવી ઘટના સામે આવી છે. જિલ્લામાં અપૂરતા વર્ગખંડ હોવાને લઇને વિદ્યાર્થીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, ખરેખરમાં, વડાલી તાલુકાની કંબોયા પ્રાથમિક શાળામાં માત્રે ત્રણ જ ઓરડામાં શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે, અહીં ધોરણ 1 થી 8 વિદ્યાર્થીઓ જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે, તેમની વચ્ચે અભ્યાસ માટે માત્રે ત્રણ જ ઓરડા છે, એટલે કે આ બે જ ઓરડાની અંદર શાળાના તમામ 92 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. હકીકતમાં કંબોયા પ્રાથમિક શાળામાં 92 વિદ્યાર્થીઓ વચ્ચે ત્રણ ઓરડા છે, પરંતુ બે ઓરડાથી અન્ય એક ઓરડો દુર હોવાથી શિક્ષકોને પણ લાંબુ અંતર કાપવુ પડે છે, જેથી હાલમાં શિક્ષણ માત્ર બે જ ઓરડામાં આપવામાં આવી રહ્યું છે. હાલમાં આ 8 ધોરણ વચ્ચે 6 શિક્ષકો કુલ 92 બાળકોને આ ઓરડામાં અભ્યાસ કરાવી રહ્યાં છે. ઘણીવાર તો ઓરડા ફૂલ થવાના કારણે વિદ્યાર્થીઓને ઓરડાની બહાર લાંબીમાં બેસીને પણ અભ્યાસ કામ કરવું પડી રહ્યું છે.


પ્રાંતિજના યુવકને અમેરિકા જવાનો અભરખો મોંઘો પડ્યો


રાજ્યમાંથી વધુ એકવાર અમેરિકા લઇ જવાની યુવાન સાથે છેતરપિંડી થયાની ફરિયાદ સામે આવી છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં એક યુવાનને અમેરિકા લઇ જવાના બહાને એજન્ટે 70 લાખ રૂપિયા ખંખેરી લીધા છે, એટલું જ નહીં હાલ યુવાનની પણ કોઇ ભાળ નથી મળી રહી. પ્રાંતિજ પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  મળતી માહિતી, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા વાઘપુર ગામના યુવક ભરતભાઇ દેસાઇને ૭૦ લાખ રૂપિયામાં અમેરિકા લઈ જવાનું કહી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઇ છે, પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં યુવકની પત્ની દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ફરિયાદ અનુસાર, પ્રાંતિજના વાઘપુરના યુવકને ૭૦ લાખ રૂપિયામાં એજન્ટે અમેરિકા લઈ જવાનું કહ્યું હતુ, એજન્ટે યુવકને વર્ક પરમીટ પર અમેરીકા જવાનું કહીને 70 લાખ રૂપિયા માંગ્યા હતા. આમાં 2૦ લાખ રૂપિયા એડવાન્સ લઇને યુવકને પહેલા ડૉમિનિકા પહોંચાડ્યો હતો, આ પછી યુવકનો અચાનક જ પરિવાર સાથેનો સંપર્ક કપાઇ ગયો હતો. ગઇ 4 ફેબ્રુઆરીથી યુવક ભરતભાઇ દેસાઇનો પરિવારજનો સાથે કોઇ સંપર્ક થઇ શક્યો નથી. સંપર્ક ના થતા યુવકની પત્નીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં એજન્ટ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, યુવકે ગૃપમાં એક એજન્ટ મારફતે એક સાથે અમેરિકા જવાના રવાના થયો હતો, જોકે, બાદમાં યુવકને ડૉમિનિકા મોકલીને તેની સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની વાત સામે આવી હતી. હાલ પ્રાંતિજ પોલીસે પત્નીની ફરિયાદના આધારે એજન્ટો વિરૂદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.