શોધખોળ કરો

Rain Alert: ગુજરાતમાં માવઠાના વાદળ ઘેરાયા, આ તારીખોની વચ્ચે વરસાદ પડવાની થઇ આગાહી

Ambalal Patel Rain Forecast: રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદથી ખેડૂતોને નુકસાન પહોંચી શકે છે. ગુજરાતમાં ફેબ્રુઆરીની મહિનાની શરુઆતમાં માવઠાનું સંકટ ઘેરાયુ છે

Ambalal Patel Rain Forecast: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ફરી એકવાર માવઠુ થવાની આગાહી કરવામાં આવી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે, જો વરસાદ પડશે તો ખેડૂતોને મોટુ નુકસાન પહોંચી શકે છે.

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ અને હવામાનકાર અંબાલાલ પટેલ અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદથી ખેડૂતોને નુકસાન પહોંચી શકે છે. ગુજરાતમાં ફેબ્રુઆરીની મહિનાની શરુઆતમાં માવઠાનું સંકટ ઘેરાયુ છે, રિપોર્ટ પ્રમાણે, 2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં વરસાદ ખાબકી શકે છે. પાકનું રક્ષણ કરવા આગોતરું આયોજન કરવા અંબાબાલે ખેડૂતોને ખાસ સલાહ આપી છે. ગુજરાતમાં ફરીથી અચાનક ઠંડી વધી ગઈ છે. 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. આ બધાની વચ્ચે હવે હવામાનકાર અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠું થવાની આગાહી કરી દીધી છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે લેટેસ્ટ આગાહી કરતાં જણાવ્યું હતું કે, જાન્યુઆરીના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે હવામાનમાં પલટો આવશે. 30 જાન્યુઆરી સુધીમાં વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળશે તેમજ માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં અમુક વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ પણ પડી શકે છે. કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. 

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ઠંડી લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં 27 જાન્યુઆરી સુધી સવારના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે. 28 જાન્યુઆરીથી મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો આવી શકે છે. 28 મી જાન્યુઆરીએ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં આવશે. 30 અને 31 જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે. જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ, કરા પડવા અને ક્યાંક મેઘ ગર્જના થાય તેવી શક્યતા છે.  તેમણે વધુમાં કહ્યું કે, ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ અથવા ઝાપટા પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવશે. જોકે, લા-નીનોની અસર બાબતમાં કેટલાક તજજ્ઞોના મનમાં અવઢવ છે. તેની અસરના કારણે બંગાળ ઉપસાગર સર્કિય રહેશે અને 15 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટા આવશે.

ફેબ્રુઆરીમાં પડશે કડકડતી ઠંડી - 
આગામી સપ્તાહમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. અમદાવાદમાં આગામી 3 અને 4 ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી છે. ગુજરાતમાં વધુ એકવાર કમોસમી સંકટ આવી રહ્યું છે. ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે અને માવઠું આવશે. ત્યારે ફરી એકવાર વરસાદી સંકટથી ચેતીને રહેજો. હવામાન નિષ્ણાતો જણાવી રહ્યાં છે કે, 30 જાન્યુઆરીથી માવઠાનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. જેમાં 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી ઠંડીનો પારો 10 ડિગ્રી ગગડે તેવી શક્યતા છે. એટુલં જ નહિ, વરસાદની પણ આગાહી છે. 3 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યમાં ઠંડા પવનો પણ ફૂંકાશે. ઠંડીનો ચમકારો જોવા મળશે. આ દિવસોમાં પવનની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 

આ પણ વાંચો

Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ, આ તારીખથી ફરી હાડ થીજાવતી ઠંડીની આગાહી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
Gemstone: કઈ રાશિના લોકોએ મોતી રત્ન ધારણ ન કરવો જોઈએ ? જાણો
Gemstone: કઈ રાશિના લોકોએ મોતી રત્ન ધારણ ન કરવો જોઈએ ? જાણો
POCO C85 5G ભારતમાં લોન્ચ, મળશે 6000mAh ની બેટરી અને શાનદાર ફિચર્સ, કિંમત જાણી ચોંકી જશો 
POCO C85 5G ભારતમાં લોન્ચ, મળશે 6000mAh ની બેટરી અને શાનદાર ફિચર્સ, કિંમત જાણી ચોંકી જશો 
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
Embed widget