Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હજુ પણ કમોસમી વરસાદ યથાવત રહેશે. આજે ઉત્તર ગુજરાતને કમોસમી વરસાગ ઘમરોળી શકે છે. અંબાલાલના અનુમાન મુજબ આજે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે માં પવન સાથે વરસાદ વરસવાનું અનુમાન છે. બપોર બાદ પાટણ મહેસાણા સહિતના આસપાસના વિસ્તારમાં ભારે પવનની સાથે વરસાદનું અનુમાન છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ આગામી 2 દિવસ  સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદનું અનુમાન છે.  અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 2 દિવસ બાદ રાજ્યમાં  તબક્કાવાર વરસાદના જોરમાં ઘટાડાનું અનુમાન છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 10મે સુધી છૂટ્ટોછવાયો વરસાદ વરસી શકે છે. 10થી 12 મે વચ્ચે રાજ્યમાં ભારે પવન સાથે છૂટછવાયા વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગનું 10 મે સુધી વરસાદનું અનુમાન

તો બીજી તરફ હવામાન વિભાગે  10 મે સુધી માવઠાનો માર  યથાવત રહેવાની  આગાહી કરી છે. અરબ સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે.  રાજસ્થાન અને તેની આસપાસ સિસ્ટમ સક્રિય થતા  કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે  ભાવનગર, અમરેલી, સુરત, ભરૂચમાં ભારે વરસાદનું હવામાન વિભાગે  રેડ એલર્ટ આપ્યું છે.

કચ્છ,બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આણંદ,પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,દમણમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તો અમદાવાદ,ગાંધીનગર, ખેડા, મહેસાણા,સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ,જામનગર, દ્વારકા, પોરબંદર,અમદાવાદ અને ગાંધીનગર વરસાદનનું.યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. રેડ એલર્ટ વાળા જિલ્લામાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસશી શકે છે.  અમદાવાદમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.