ગાંધીનગર:  હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ જ આગાહી નથી.  તાપમાન પણ યથાવત રહેશે. અરબી સમુદ્રમાંથી પવન ફુકાવાના કારણે રાજ્યમાં તાપમાનમાં એકાદ ડિગ્રી વધઘટ રહેશે. અમદાવાદ શહેરનું તાપમાન 41 ડિગ્રીને આસપાસ રહેશે.  રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે  વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી છે. મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં જોવા મળે. 


હવામાન વિભાગના જણાવ્યા મુજબ હિટવેવની આગાહી નથી હવામાન વિભાગે આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરી છે. રાજ્યમાં પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં 41 થી 42 ડિગ્રી તાપમાન રહેશે. 


રાજ્યમાં ઉનાળાની શરુઆતથી જ  કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું છે. આ દરમિયાન હવે કમોસમી વરસાદની કોઈ આગાહી ન હોવાના કારણે ખેડૂતોને રાહત થશે. ત્યારે બીજી તરફ હિટવેવની પણ આગાહી ન હોવાથી લોકોને રાહત અનુભવાશે.  


Gandhinagar: એસ કે લાંગાને લઈને મોટો ખુલાસો


જિલ્લાના તત્કાલીન કલેકટર અને નિવૃત્ત આઈએએસ અધિકારી એસ.કે લાંગા સામે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એસ.કે લાંગા 17 મહિના ગાંધીનગરના કલેકટર રહ્યા હતા અને આ 17 મહિના દરમિયાન તેમણે મહેસુલ વિભાગની અંદાજિત 5900 અને 4 ફાઇલોની અંદર સહી કરી વિવિધ હુકુમો કર્યા હતા. આ હુકુમની અંદર તેમણે નિયમો વિરુદ્ધ જઈ કેટલીક બાબતોની મંજૂરી આપી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. પોતે તેમજ પોતાના મળતીયાઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાવ્યા હોવાની ફરિયાદ નોંધાય છે. 


એસ.કે લાંગા દ્વારા ગાંધીનગરના કલેકટર તરીકે આચરવામાં આવેલી ગેરરીતિ પૈકી સૌથી મોટી ગેરરીતી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મુલસાણા ગામની અંદર આવેલી પાંજરાપોળની 60 લાખ ચોરસ વાર જમીનની અંદર આચરવામાં આવી હોવાનું ખુલ્યું છે. આ જમીન પાંજરાપોળ માટે હતી ત્યારબાદ આ જમીન ગણોતિયાઓને આપવામાં આવી હતી અને બાદમાં આ જમીન શ્રી સરકાર કરવાની થતી હોવા છતાં નિયમો વિરુદ્ધ જઈ એસ.કે લાંગા તેની સાથેના ગાંધીનગરના આરએસી અને ચીટનીશ અધિકારીએ આ જમીન કેટલાક બિલ્ડર્સ અને ખાનગી ક્લબને પધરાવી દીધી.


પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની મુલસાણા ગામે આવેલી 60 લાખ ચોરસ વાર જમીન ત્રણ મુસ્લિમ અને હિન્દુ પરિવારએ અમદાવાદ પાંજરાપોળને 99 વર્ષના ભાડાપટ્ટે આપી હતી. જોકે જમીનનું ક્ષેત્રફળ અને જમીનનું લોકેશન જોઈ કેટલાક રાજકારણીઓ અને અમદાવાદના ખ્યાતનામ બિલ્ડર છે. આ જમીન પચાવવાનું ષડયંત્ર ગોઠવ્યું હતું. આ જમીન ટ્રસ્ટ પાસે હોવાથી તેમાં ગણોત્યા પણ હાજર હતા.