ગાંધીનગર: રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે.


23 ઓગસ્ટ બાદ વધુ એક લો પ્રેસર બંગાળની ખાડીમાં સર્જાશે. જો કે 25 ઓગષ્ટ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 87 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

રાજ્યમાં સારા પ્રમાણમાં થયેલા વરસાદ અને ઉપરવાસમાં પાણીની આવકને કારણે રાજ્યના 62 ડેમ છલોછલ ભરાયા છે. આ સાથે જ 103 જળાશયોને હાઈ એલર્ટ પર મુકાયા અને 8 જળાશયોને એલર્ટ પર છે. રાજ્યના 15 જળાશયોમાં પાણીનો 70 થી 80 ટકા જથ્થો છે. અન્ય 79 ડેમમાં 70 ટકા કરતા પણ ઓછું પાણી છે.