મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 76 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે તો 120 ડેમ હાઈએલર્ટ પર છે જ્યારે 14 ડેમ એલર્ટ પર છે.
ઝોન વાઈઝ ડેમમાં પાણીની સ્થિતિ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રના 140 ડેમમાં 88.56 ટકા પાણીનો જથ્થો છે તો કચ્છના 20 ડેમમાં 55.87 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 46.15 ટકા પાણીનો જથ્થો છે તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 80.29ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 73.13 ટકા પાણીનો જથ્થો છે અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 65.64 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.
- ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ 70 ટકા ભરાયો
- નર્મદા ડેમમાં એક લાખ 12 હજાર ક્યુસેક પાણીની આવક
- વણાકબોરી ડેમ 100 ટકા ભરાયો 1 લાખ 43 હજાર ક્યુસેક પાણીની આવક
- વણાંકબોરીમાંથી એક લાખ 43 હજાર ક્યુસેક પાણી છોડાઈ પણ રહ્યું છે
- ઉકાઈ ડેમ 74.23 ટકા ભરાયો, એક લાખ 6 હજાર ક્યુસેક પાણીની આવક
- ઉકાઈ ડેમમાંથી 77 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે
- કડાણા ડેમ 91.45 ટકા ભરાયો, 79 હજાર ક્યુસેક પાણીની આવક
- કડાણા ડેમમાંથી 20 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે
- ભાદર 2 ડેમ 98 ટકા ભરાયો, 66 હજાર ક્યુસેક પાણીની આવક
- ભાદર 2 ડેમમાંથી 66 હજાર ક્યુસેક પાણીં છોડાઈ પણ રહ્યું છે
- મચ્છુ 2 ડેમ 98 ટકા ભરાયો, ડેમમાં 25 હજાર 800 કયુસેક પાણીંની આવક
- મચ્છુ 2 ડેમમાંથી 25 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે
- દમણગંગા ડેમ 64.34 ટકા ભરાયો, 24 હજાર ક્યુસેક પાણીની આવક
- દમણગંગા ડેમમાંથી 19 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે
ગુજરાતનો નર્મદા ડેમ 70 ટકા ભરાયો? નર્મદા ડેમમાં કેટલા ક્યુસેક પાણીની થાય છે આવક? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2020 09:21 AM (IST)
Gujarat Rains: મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 76 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે તો 120 ડેમ હાઈએલર્ટ પર છે જ્યારે 14 ડેમ એલર્ટ પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -