ગાંધીનગરઃ ધોરણ 10નું હિંદી પેપર  લીક થવાની ચર્ચા વચ્ચે મોટો ખુલાસો થયો છે. પેપર વાયરલકાંડમા એક શિક્ષકની પણ ભૂમિકા સામે આવી છે. નાની સંજેલીના વૃંદાવન આશ્રમ શાળાના શિક્ષક શૈલેષ પટેલની ભૂમિકા સામે આવી છે. પેપર દાહોદના સંજેલીના ઘનશ્યામ ચારેલે વાયરલ કર્યાનો ખુલાસો થયો છે.આ મામલે દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. GSEBના પ્રતિનિધિએ ફરિયાદ નોંધાવી છે.


ધોરણ 10નું હિંદીનું પેપર લીક થયું નહોતુ પરંતુ તેમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. દાહોદના સંજેલીમાં ગેરરીતિ કરનાર પાંચ સામે કોપી કેસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સંજેલી પોલીસે ચાર આરોપીની અટકાયત કરવામાં આવી છે. 


આ મામલે શિક્ષણ વિભાગે કહ્યું કે કોરોના ટેસ્ટ બાદ તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરાશે. દાહોદના સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ચાર આરોપીઓની અટકાયત કરાઇ છે. 1 વાગ્યાને 48 મિનિટે પેપર વાયરલ થયું હતું. પોતાના બાળકો માટે સોલ્વ થયેલું પેપર વાયરલ કરાયુ હતું. વ્યક્તિગત લાભ માટે કાપલી તૈયાર કરવામાં આવી હતી. કોપી કેસમાં કુલ પાંચ વ્યક્તિઓ સંડોવાયેલા છે.


નાની સંજેલીના વૃંદાવન આશ્રમ શાળાના શિક્ષક શૈલેષ પટેલની ભૂમિકા સામે આવી છે. ઘનશ્યામ ચારેલ, જયેશ ડામોર, સુરેશ ડામોર, શૈલેષ પટેલને પોલીસે રાઉન્ડઅપ કર્યા હતા. અમિત તાવિડાય હાલ અમદાવાદમાં એલઆરડીની પરીક્ષા આપવા આવ્યો હોવાન ખુલાસો થયો છે.


પેપર દાહોદના સંજેલીના ઘનશ્યામ ચારેલે વાયરલ કર્યાનો ખુલાસો થયો છે. જયેશ નામના શખ્સે સુરેશને પેપરની પ્રિન્ટ આપવા ઘનશ્યામે સૂચના આપી હતી. સુરેશને આ પેપર દાહોદના મેવાસમાં રહેતા અમિત તાવિયાડે વોટ્સએપથી મોકલ્યું હતું. સુરેશના મોબાઇલમાં રહેલ પેપર ઘનશ્યામ ચારેલે પોતાના મોબાઇલમાં લઇ પ્રિન્ટ કાઢી હતી.


ઘનશ્યામ ચારેલે પેપરની પ્રિન્ટ કાઢીને સુરેશને આપી હતી. શિક્ષક શૈલેષ પટેલે સુરેશને અમિત તાવિડાયનો સંપર્ક કરાવી આપ્યો હતો. અમિત તાવિયાડ શિક્ષક શૈલેષ પટેલનો જૂનો વિદ્યાર્થી  હોવાનો ખુલાસો થયો છે. સુરેશનો પુત્ર અને અમિત તાવિયાડની બહેન ધોરણ 10માં અભ્યાસ કરતા હોવાનો પણ ખુલાસો થયો છે. અમિતની બહેન સિંગવડના દાસા ગામના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપતી હતી.