Rain Forecast: નવરાત્રિના પ્રથમ દિવસે રાજ્યમાં કેવું રહેશે વેધર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Rain Forecast: આજે નવરાત્રિનો પ્રથમ દિવસ, પહેલા નોરતે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયા વરસાદનું અનુમાન છે. જાણીએ વધુ અપડેટ્સ

Rain Forecast: હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં આગામી 3થી 4 દિવસ કેટલાક વિસ્તારમાં છૂટછવાયા વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ ગુજરાતમાં મધ્યમ છૂટછવાયો વરસાદ વરસશે. ત્રણ દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે.
આગામી 3 દિવસ ગુજરાતમાં ક્યાં વિસ્તારમાં વરસાદની વધુ શક્યતા છે? તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ બાદ પણ પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લેવા જઇ રહી છે. જો આ સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાત તરફ આગળ વધશે તો 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.
આગામી ત્રણ દિવસમાં ખાસ કરીને નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, ભરૂચ,નર્મદા, છોટાઉદેપુર, વડોદરા આ વિસ્તારમાં વરસાદ પડવાની વધુ શક્યતા છે. આ ઉપરાંત આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ,મહિસાગર, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી આ તમામ વિસ્તારમાં હળવો છૂટછવાયો વરસાદ વરસી શકે છે. આ સિવાય અમરેલી, ભાવગનર,ગીર સોમનાથમાં છુટછવાયો વરસાદ વરશી શકે છે. જો કે બોટાદ, જામનગર, દેવભૂમિ દ્રારકા, જૂનાગઢ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર આ વિસ્તારમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ નવરાત્રિના ગરબામાં વરસાદ વિઘ્નરૂપ બની શકે છે. ખાસ કરીને 27 સપ્ટે.થી 5 ઓક્ટોબરની વચ્ચે ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલના આંકલન મુજબ નવરાત્રિમાં રાજ્યના કેટલાક જિલ્લમાં વરસાદ વરસી શકે છે. નવરાત્રિના શરૂઆતના દિવસોમાં હળવો વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરમાં મજબૂત થયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદ વરસશે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે.ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. રાજકોટ-હળવદ-સુરેંદ્રનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. આ સિવાય કચ્છના મોટાભાગમાં પણ વરસાદનું અનુમાન છે. વડોદરા, નડિયાદ, કપડવંજમાં પણ વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.10થી 12 ઓક્ટોબરે પણ વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બની શકે છે, જેના કારણે દક્ષિણ પૂર્વીય તટો પર 100થી 120 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા છે.નવેમ્બર માસમાં ખતરનાક વાવાઝોડું બનવાનો અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યો છે.





















