Gujarat Monsoon:ગુજરાતમાં છેલ્લા  કેટલાક સમયથી થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે અને પ્રિમોન્સૂન એક્ટીવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. જો કે હજુ રાજ્યમાં ચોમાસાના વરસાદની શરૂઆત થઇ નથી. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં 15 જૂનની આસપાસ વિધિવત મોનસૂનની એન્ટ્રી થશે.

મુંબઇ સુધી ચોમાસુ પહોંચી ગયું છે. પરંતુ હજુ રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત નથી થઇ. હવામાન વિભાગે 15 જૂનની આસપાસ  રાજયમાં ચોમાસાની એન્ટ્રીની જાહેરાત કરી છે. ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે કેટલાક છૂટછવાયા વિસ્તારમાં વરસાદ વરસ્યો પરંતુ  ચોમાસાના વરસાદની ગુજરાતે હજુ રાહ જોવી પડશે, હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં પર હાલ એવી કોઇ સિસ્ટમ સક્રિય નથી જેના થકી ગુજરાતમાં ઝડપથી ચોમાસાનું આગમાન થાય. ઉલ્લેખનિય છે કે, પૂર્વાતર રાજ્યોમાં ચોમાસાએ દસ્તક દીધી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાઇ જતાં મહારાષ્ટ્રમાં પણ ચોમાસાનું વહેલું આગમન થઇ ગયું છે. ટૂંકમાં રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમન ન હોવાથી તેમજ ચોમાસાના વરસાદને લાવતી કોઇ સિસ્ટમ ન હોવાથી રાજ્યમાં ચોમાસાના આગામન માટે હજું આપણે રાહ જોવી પડશે. હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં 4 જૂન સુધી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મધ્યમ વરસાદનું અનુમાનછે. કાલથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે.

ચોમાસાની ગતિને અસર કરતા પરિબળો

  • અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં રચાયેલા ઊંડા દબાણને કારણે ભેજમાં વધારો.
  • સમુદ્રનું તાપમાન સામાન્ય કરતા વધારે હોવાથી ચોમાસાના પવનો ઝડપથી સક્રિય થયા.
  • પશ્ચિમી પવનો અને ચક્રવાતોની ગતિ.
  • હવામાન પેટર્નમાં ફેરફારનું મુખ્ય કારણ આબોહવા પરિવર્તન પણ બની રહ્યું છે.
  • જૂનના પહેલા અઠવાડિયા માટે આગાહી
  • તાપમાન સામાન્ય રહેશે
  • વરસાદ સામાન્ય રહેશે
  • બે વેસ્ટ્રન ડિસ્ટર્બન્સ વિક્ષેપો સક્રિય થવાને કારણે હવામાન બદલાશે
  • જૂનના બીજા અઠવાડિયા માટે આગાહી
  • પશ્ચિમી અને દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાશે
  • બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન અથવા ઊંડા દબાણ બનવાની શક્યતા છે
  • આના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ બફારો ગરમી ચાલુ રહેશે