Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પરથી સિસ્ટમ પસાર થતી હોવાથી હવામાન વિભાગે ગુજરાત રિઝનમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. 31થી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી દરમિયાન ગુજરાતમાં મધ્ય અને દક્ષિણ ઝોનમાં મેઘરાજા ધૂવાધાર બેટિંગ કરી રહ્યાં છે. જાણીએ સવારના 6 વાગ્યાથી 10 વાગ્ય સુધીનું વરસાદનું અપડેટ્સ 

Continues below advertisement

 

સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન રાજ્યના કુલ 82 તાલુકામાં વરસાદ નોંધાયો.

Continues below advertisement

સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન રાજ્યના કુલ 82 તાલુકામાં વરસાદ નોંધાયો. આ દરમિયાન નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ સાગબારા અને ગરુડેશ્વરમાં 4.65 ઈંચ, જ્યારે નાંદોદમાં 3.54 ઈંચ અને તિલકવાડામાં 3.15 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત બાલાસિનોરમાં 2.64 ઈંચ, આણંદમાં 2.20 ઈંચ અને વડોદરામાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. નસવાડીમાં 1.93 ઈંચ, બોરસદમાં 1.65 ઈંચ, નિઝરમાં 1.57 ઈંચ, ડભોઈ અને ઉમરેઠમાં 1.34-1.34 ઈંચ, ઉમરપાડા, મહુધા અને શિનોરમાં 1.18-1.18 ઈંચ, વાઘોડિયા, પાદરા અને ડેસરમાં 1.14-1.14 ઈંચ, સંખેડામાં 1.06 ઈંચ, તેમજ નડિયાદમાં 1.02 ઈંચ અને ફાગવેલમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હોવાની શક્યતા

નર્મદા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ

નર્મદા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર બે કલાકમાં સાગબારા અને ગરુડેશ્વરમાં 4.65 ઈંચ, નાંદોદમાં 3.54 ઈંચ અને તિલકવાડામાં 3.15 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે રાજપીપળાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત સાગબારા તાલુકાના ઉમાન ગામમાંથી સાત લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ભારે વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

આજે આ જિલ્લાની શાળા- કોલેજોમાં રજા

અમદાવાદવડોદરાસુરતસુરેન્દ્રનગરછોટાઉદેપુરજામનગરમહિસાગરમહેસાણાપંચમહાલ

આણંદ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ 

આણંદ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં માત્ર 2 કલાકમાં આણંદ શહેરમાં 2.20 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત ખંભાત, બોરસદ, વલ્લભ વિદ્યાનગર, ઉંદેલ, કાળી તલાવડી, ટીંબા, વટાદરા, ગોલાણા, વડગામ, મીતલી અને ઝીણજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ખંભાતના મોચીવાડ, ટાવર વિસ્તાર, બાવાબાજીશા અને સાલવા વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે શાસ્ત્રીનગર, રાધારી અને આંબાખાડ વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આણંદ શહેરમાં બેઠક મંદિર નજીક રસ્તા પર પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તેમજ ટ્રાફિકની ગતિ પણ ધીમી પડી ગઈ હતી. થોડાક જ વરસાદમાં મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હોવાનું જોવા મળ્યું હતું. જો વરસાદની તીવ્રતા યથાવત રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ વધુ વિકટ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની ધૂવાધાર બેટિંગ

છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો.. પાવી જેતપુરમાં 2.83 ઈંચ, ક્વાંટ તાલુકામાં અંદાજે અઢી ઈંચ અને નસવાડીમાં 2.36 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે પાવી જેતપુર અને નસવાડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા.. સતત વરસાદને પગલે છોટાઉદેપુર જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદીમાં પૂર આવ્યું, જેના કારણે રાજવાસણા ખાતે આવેલ ગુજરાતનો એકમાત્ર રબ્બર ડેમ છલોછલ ભરાઈ ગયો અને ડેમ પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહેવા લાગ્યો. ઉપરાંત મોટી ડુંગરી ભરેડા કોતરમાં નવા નીરની આવક થઈ, જ્યારે નસવાડીની અશ્વિની નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક નદી-નાળાઓ છલકાઈ ઊઠ્યા હતા. હેરણ નદીમાં આવેલા પૂર અને રાજવાસણા રબ્બર ડેમ ઓવરફ્લો થતાં પંથકના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યામધ્ય ગુજરાતમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા.ને વડોદરા, છોટાઉદેપુર, ખેડા તથા આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો,. વડોદરા શહેર ઉપરાંત વાઘોડિયા, શિનોર અને સાવલીમાં પણ ભારે વરસાદ નોંધાયો,. વહેલી સવારથી પડેલા વરસાદને કારણે રાવપુરા, નિઝામપુરા, શહેરના પૂર્વ વિસ્તાર તેમજ અલકાપુરી સહિતના વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ, બાજવા, નંદેસરી, કોયલી અને દશરથ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો. . અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનો બંધ પડી જવાની સમસ્યા સર્જાઈ  અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે વડોદરા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું, જ્યારે સાવચેતીના ભાગરૂપે વડોદરાની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી.

ખેડા જિલ્લામાં ભારે વરસાદ

ખેડા જિલ્લામાં આજે વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. નડિયાદ, માતર, કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, મહુધા અને ડાકોર તાલુકામાં સવારથી વરસાદ નોંધાયો . નડિયાદ શહેરમાં ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ વરસી રહ્યો છે, જ્યારે શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. માતર તાલુકામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને ભલાડા, પરીએજ તથા લીંબાસી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો યો છે. કપડવંજ અને કઠલાલ તાલુકામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે મહેમદાવાદ તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. સિહુંજ, કેશરા અને વાંઠવાડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાઈ રહ્યો છે. યાત્રાધામ ડાકોર તાલુકામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે કાલસર, આગરવા, નેસ, ધુણાદરા, સુઈ અને રામપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે.

ખેડા જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદી માહોલ

ખેડા જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી થઈ છે અને વિવિધ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે:

નડિયાદ: શહેરમાં ગાજવીજ અને તેજ પવન સાથે તોફાની વરસાદ વરસી રહ્યો છે. શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.

માતર: તાલુકામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેમાં ખાસ કરીને ભલાડા, પરીએજ અને લીંબાસી જેવા વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે.

મહેમદાવાદ: તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સિહુંજ, કેશરા અને વાંઠવાડી સહિતના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો છે.

ડાકોર: યાત્રાધામ ડાકોર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે કાલસર, આગરવા, નેસ, ધુણાદરા, સુઈ અને રામપુરામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે.

કપડવંજ અને કઠલાલ: આ બંને તાલુકાઓમાં ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે.

જિલ્લાના તમામ મુખ્ય વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

સુરત જિલ્લામાં વરસાદ 

સુરત શહેર અને જિલ્લામાં આજે અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટના પગલે સુરત શહેર અને જિલ્લા પ્રશાસન સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. વહેલી સવારથી જ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે, જ્યારે બપોર બાદ વરસાદનું જોર વધુ વધવાની આગાહી કરવામાં આવી છે. સંભવિત અતિભારે વરસાદને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારો માટે ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડ-ટુ પર રાખવામાં આવી છે, તેમજ સલામતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂર પડે તો સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે સૂચના આપવામાં આવી છે.

ક્યાં જિલ્લામાં કેટલી NDRFની ટીમ તૈનાત?  

જિલ્લો    NDRFની ટીમ

નવસારી    01અમદાવાદ    01વાવ-થરાદ    01વડોદરા    03કચ્છ     01અમરેલી    01દ્વારકા    01વલસાડ    01સુરત     01ભાવનગર    01છોટાઉદેપુર    01દાહોદ    01પંચમહાલ    01અરવલ્લી    01ભરૂચ    01દમણ    01

00000000000000000000000

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ડાકોર મંદિરના મુખ્ય દ્વાર બહાર પાણી ભરાઈ જતાં ભક્તો અને સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત કાલસર, આગરવા, નેસ, ધુણાદરા, સુઈ અને રામપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાઈ રહ્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે.