ભુજઃ ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની આઠ બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત તેજ કરી દેવામાં આવી છે. પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા કચ્છની અબડાસા બેઠક ખાલી થઇ છે. જેથી અબડાસા બેઠક પર હવે પેટા ચૂંટણી યોજાશે.
અબડાસા સીટ પર કોંગ્રેસના ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી આજે ભુજ આવ્યા હતા. ભુજ આવેલા કોંગ્રેસના નેતાઓએ અબડાસાના કોગ્રેસના ઉમેદવારને લઈને પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અબડાસા સીટ પર કોંગ્રેસ સ્થાનિક ઉમેદવારની પસંદગી કરશે.
નોંધનીય છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં મોરબી, ગઢડા, લીંબડી, અબડાસા, કરજણ, ડાંગ, કપરાડા અને ધારી બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. જોકે, ભાજપ અને કોંગ્રેસ કોને કોને ટિકિટ આપે છે, તેના પર સૌની નજર છે.
અબડાસા પેટાચૂંટણીઃ કોંગ્રેસ કોની કરશે ઉમેદવાર તરીકે પસંદગી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Aug 2020 11:55 AM (IST)
અબડાસા સીટ પર કોંગ્રેસના ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી આજે ભુજ આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -