Gujarati News: ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રાજસ્થાનમાંથી પસાર થતી સેઈ નદી પર રાજસ્થાન રાજ્યમાં રાજસ્થાન સરકાર દ્વારા મોટો ડેમ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ડેમનું ટેન્ડરિંગ પણ રાજ્યસ્થાન સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ જેની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે, ત્યારે આ ડેમનું નિર્માણ થાય તો ગુજરાતમાં ઉત્તર ગુજરાત વિસ્તારને પાણીની મોટી અસર થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક ખેડૂતો સહિત રાજકીય લોકો પણ આ બંધ અટકાવવા અથવા તો તેની અલાયદી વ્યવસ્થા કરવા માટે રજૂઆતો અત્યારથી જ કરવા લાગ્યા છે ત્યારે ઈડરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ અધ્યક્ષ રમલાલ વોરા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.


રમણલાલ વોરાએ પત્રમાં શું લખ્યું


રમણલાલ વોરાએ ધરોઈ ડેમ બનાવવામાં આવ્યો તેના નિયમો અને અન્ય વિગતો પણ મંગાવી તેનો અભ્યાસ કરી રાજ્ય સરકારને પણ ટાંક્યું હતું કે જે તે સમયે કેન્દ્ર સરકારમાંથી કેટલી ગ્રાન્ટ મળી છે અને કયા નિયમો અનુસાર આ ડેમ બનાવવામાં આવે છે તેની વિગતો મેળવી તાત્કાલિક ધોરણે બની રહેલા આ ડેમ પર વિચારણા કરવી જોઈએ. જોકે એટલું જ નહીં પરંતુ જો ડેમ બને તો ધરોઈ જળાશયમાં નર્મદા ડેમનું પાણી પણ ઠાલવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે, એટલું જ નહીં પરંતુ રમણલાલે ઉમેર્યું હતું કે રાજસ્થાન રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તેને લઈને પણ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા આ કામગીરી હાથ ધરાયું હોવાનું આક્ષેપ પણ રમણલાલ વોરા દ્વારા કરવામાં આવ્યો હતો.




ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ખપત પડી શકે


 જોકે સેઈ નદી પર રાજસ્થાન સરકાર દ્વારા રાજસ્થાનમાં ડેમ બનાવવામાં આવે તો આગામી સમયમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ખપત પડે તેવી સ્પષ્ટ શક્યતાઓ જોવા મળી રહી છે.


કચ્છમા નર્મદાનું વધારાનું પાણી આપવા બીજા તબક્કાની મંજુરી આપવામાં આવી છે. અંદાજે 2300 કરોડના ખર્ચે બીજા તબક્કાની મંજુરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કચ્છના છેવાડાના ગામ સુંધી નર્મદાનું પાણી મળી રહે તે માટે તબક્કાની મંજુરી આપવામાં આવી છે. નર્મદાનુ વધારાનું પાણી કચ્છના છેલ્લા ગામોને મળી રહે તે પ્રકારની યોજના છે.