PM Modi Gujarat Visit:  ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે છે. તેમના 2 દિવસિય પ્રવાસમાં  અનેક  વિકાસના કાર્યોનું લોકાપર્ણ કરવાનો નિર્ઘાર છે. ઓપરેશન સિંદૂર પછી ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવી ઉર્જાથી ભરેલા દેખાયા. પીએમ મોદીએ કચ્છની ધરતી પરથી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો. પીએમ મોદીના સંદેશમાં ચેતવણીની સાથે સલાહ પણ શામેલ હતી. વડોદરા, દાહોદ અને અમદાવાદની સાથે ભુજમાં પણ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

પહેલગામ આતંકવાદી હુમલાના 15 દિવસ પછી, 22 એપ્રિલના રોજ, ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાન  સામે સીધો બદલો લીધો.  10  મેના રોજ યુદ્ધવિરામ પછી પીએમ મોદીએ પંજાબના આદમપુર બેઝની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે રાજસ્થાનના બાડમેરની પણ મુલાકાત લીધી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26  મેના રોજ સવારે તેમના ગૃહ રાજ્ય ગુજરાત પહોંચ્યા હતા. ગુજરાતની ધરતી પર ઉતરતા જ વડોદરામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડોદરા પછી, પીએમ મોદી દાહોદ અને પછી કચ્છના ભૂજ ગયા. કચ્છની ધરતી પરથી પીએમ મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો, પીએમ મોદીએ કહ્યું, ખુશીથી જીવન જીવો, રોટલી ખાઓ, નહીંતર મોદીની ગોળી  તો તૈયાર જ છે. પીએમ મોદીએ સ્પષ્ટ સંકેત આપ્યા કે આતંકવાદ સામે 'ઓપરેશન સિંદૂર' ચાલુ રહેશે. કચ્છ પછી જ્યારે પીએમ મોદી અમદાવાદ પાછા ફર્યા, ત્યારે ગાંધીનગર જતા માર્ગ પર તેમનું ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું.

26 મે સાથે શું જોડાણ છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 મે 2014 ના રોજ પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. જો આ રીતે જોવામાં આવે તો, જ્યારે પીએમ મોદી ગુજરાત પહોંચ્યા ત્યારે તેમણે પ્રધાનમંત્રી તરીકે 11 વર્ષ પૂર્ણ કર્યા. 2014ની ચૂંટણી જીત્યા બાદ વડોદરામાં જાહેર સભાને સંબોધિત કર્યા પછી પીએમ મોદી દિલ્હી ગયા હતા. ત્યારબાદ વડોદરામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તે માત્ર એક સંયોગ હતો કે બરાબર 11વર્ષ પછી, પીએમ મોદી ફરી એકવાર વડોદરા પહોંચ્યા જ્યાં ઓપરેશન સિંદૂર માટે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે પીએમ મોદી બીજી વખત પીએમ બન્યા, ત્યારે તેમણે 30 મેના રોજ શપથ લીધા. તેમણે 9 જૂનના રોજ તેમના ત્રીજા કાર્યકાળ માટે શપથ લીધા.