Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલના અનુમાન મુજબ આજે અમદાવાદ આઇપીએલના ફાઇનલ મેચમાં વરસાદ વિઘ્નરૂપ બની શકે છે. અંબાલાલ પટેલે આજે અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે. આજે સાંજે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. અમદાવાદમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે.
દર 7 મિનિટે મેટ્રો ટ્રેન દોડશે
અમદાવાદમાં આજે RCB (બેંગલુરુ) અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ યોજાશે અમદાવાદમાં ફાઇનલ મેચના કારણે સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.1 jcp, 3 dcp, 3 acp સહિત 880 જવાન ટ્રાફિક બંદોબસ્તમાં રહેશે. 15 પાર્કિંગ પ્લોટ ફળવાયા છે. મેચના કારણે જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ સુધી રસ્તી બંધ રહેશે. Brts, amts ની વધારાની બસ દોડશે, દર 7 મિનિટે મેટ્રો ટ્રેન મળશે.IPL 2025 ની મોટી મેચ આજે અમદાવાદમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. જોકે, આજે વરસાદની શક્યતાએ ચાહકોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વરસાદ આ મેચને અવરોધી શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આજે વરસાદને કારણે મેચ ન યોજાય અને પછી રિઝર્વ ડે પર પણ રમત શક્ય ન બને, તો કઈ ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે ?
જો રિઝર્વ ડે પર પણ મેચ પૂર્ણ ન થાય, તો ચેમ્પિયન કોણ બનશે ? BCCI ના સત્તાવાર નિયમો અનુસાર, જો મેચ અંતિમ અને રિઝર્વ ડે બંને પર પૂર્ણ ન થાય, તો લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.
આ સ્થિતિમાં, IPL 2025 ના લીગ તબક્કામાં પ્રથમ સ્થાન મેળવનારી પંજાબ કિંગ્સને ટ્રૉફીનો હકદાર ગણવામાં આવશે. એટલે કે, જો વરસાદ રમતને બગાડે છે, તો પંજાબ કિંગ્સને તેમના સ્થિર પ્રદર્શનનું ફળ મળી શકે છે. વળી, આ પરિસ્થિતિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે નિરાશાજનક હોઈ શકે છે, જેણે અત્યાર સુધી એક પણ ખિતાબ જીત્યો નથી.