Gujarat Weather: રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થતાંની સાથી જ ફરી એકવાર નલિયા ઠંડુગાર શહેર બન્યુ છે. રાજ્યમાં ઠંડા પવનોની સાથે પારો ગગડતાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ખાસ કરીને રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં નોંધાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે નલિયામાં સૌથી ઓછું તાપમાન 6 ડિગ્રી નોંધાતા ઠંડુગાર શહેર બન્યુ છે.
સમગ્ર રાજ્યમાં અત્યારે ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, સૌરાષ્ટ્ર-કચ્છથી લઇને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયું છે. મળતી માહિતી પ્રમાણે, અત્યારે કાતિલ ઠંડીના મારથી લોકો ધ્રુજી ઉઠ્યા છે. હવામાન વિભાગનું અપડેટ છે કે આજે 6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. એટલે કે નલિયામાં હાડ થીજવતી ઠંડી પડતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. આ ઉપરાંત રાજ્યમાં અમદાવાદમાં 13.5 ડિગ્રી અને રાજકોટમાં 9.5 ડિગ્રી સુધી તાપમાનનોનો પારો ગગડ્યો છે. ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા શહેરીજનો ઠૂંઠવાયા છે.
નલિયાની સાથે સાથે અમદાવાદ-રાજકોટમાં પણ કાતિલ ઠંડીનું સામ્રાજ્ય -
રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં ઠંડા પવનોની સાથે પારો ગગડતાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ખાસ કરીને રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં નોંધાઈ છે. જ્યાં સિઝનમાં પહેલી વખત સૌથી નીચું 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં કાતિલ ઠંડીએ ભૂક્કા કાઢ્યા છે. નલિયામાં 6 ડિગ્રી બાદ સૌથી વધુ રાજકોટમાં 9.5 ડીગ્રી અને અમદાવાદ 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
નોંધનીય છે કે, રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર વધશે. ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે. ઉત્તર પૂર્વના પવનોથી ગુજરાતમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે. આવામાં 24 કલાક ઠંડીનું જોર યથાવત રહેશે. બે દિવસ બાદ 2થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. જ્યારે આગામી 6 વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.
બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયા ચેનલ પર ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શનિવાર સુધીમાં ગુજરાતના કોઈપણ ભાગમાં માવઠાની શક્યતાઓ નથી. બે દિવસથી પવનમાં વધારો નોંધાયો છે. હાલ પવનની સ્પીડ સામાન્ય કરતાં વધારે ચાલી રહી છે. 14થી 18 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 15 જાન્યુઆરી સુધી આ પવનની ગતિ આવી જ રહેશે. આ સામાન્યથી થોડો જ વધારે પવનની ગતિ છે એટલે આપણે કોઈ ઊંચાઈવાળા પાકને આનાથી ખતરો થાય તેવું નથી.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, એકથી બે દિવસ તાપમાન થોડું નીચું જઈ શકે છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાશે. ઉત્તર ગુજરાતનું અમીરગઢ અને કચ્છના નલિયા જેવા વિસ્તારોમાં 0થી બે ડિગ્રી સુધીનું તાપમાન પણ જઈ શકે છે. 15 તારીખ સુધી ઠંડીનો રાઉન્ડ યથાવત રહેશે. હાલ કાતિલ ઠંડી છે પરંતુ તેનાથી વધારે કોલ્ડવેવ પણ જોવા મળશે. એટલે પવનની ગતિની સાથે ઠંડીનો માહોલ પણ જોવા મળશે.
આ પણ વાંચો