જામનગરઃ શહેરમાં સગીરા પર ગેંગરેપની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં આજે ચોથા આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. ચોથા આરોપોની પકડીને મહિલા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે. આરોપીને પોલીસ સ્ટેશનમાં લાવતી વખતે મહિલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ એક મહિલા કાર્યકરે તો આરોપીને ચપ્પલ માર્યું હતું. એટલું જ નહીં, મહિલા કોંગ્રેસની કાર્યકરોએ ઘટના અંગે રોષ પણ ઠાલવ્યો હતો.

પોલીસે જે ઘરમાં બળાત્કાર ગુજારાયો હતો, તે મોહિત કિશોરભાઈ આંબલીયાની ધરપકડ કરી છે અને તેને મહિલા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ખજૂરિયા ગામેથી એલસીબીએ આરોપીની પકડી પાડ્યો છે.



આ અંગેની વિગતો એવી છે. સગીરા પર 28મી સપ્ટેમ્બરના રોજ સામૂહિક બળાત્કાર થયો હતો. આ અંગેની ફરિયાદ પાંચ દિવસ બાદ નોંધાઇ હતી. વુલનમીલ યાદવનગરમાં ગત 28 સપ્ટેમ્બરે બપોરે દોઢ કલાકે સગીરાને ફોન કરીને મોહીતના ઘરે બોલાવી હતી. અંહીં ચારેય શખ્સોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના પછી સગીરા ખૂબ જ ડરી ગઈ હતી અને ગુમસુમ રહેતી હતી.

પીડિત સગીરાના કાકાના દીકરાને આ ઘટના અંગે જાણવા મળતા તેણે આ વાત સગીરાની માતાને કરી હતી. આ પછી સગીરાની માતાએ પૂછપરછ કરતા તેમે સમગ્ર હકિકત જણાવી હતી. આ પછી સગીરાએ 2 ઓકટોબરના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સગીરાની ફરિયાદના આધારે પોલીસે ચારેય શખ્સો સામે ગેંગરેપ અને પોકસો હેઠળ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી છે.

જે ઘરમાં સગીરા પર ગેંગરેપ થયો હતો તે ઘર મોહીત કિશોરભાઇ આંબલીયાનું છે. પોલીસે ગેંગરેપની ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ તાત્કાલીક ત્રણ આરોપીની ઘરપકડ કરી છે. જયારે આરોપી મોહીત ફરાર થઇ ગયો છે. પોલીસે તેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે અને ટૂંક સમયમાં તે હાથમાં આવે તેવી શકયતાઓ દર્શાવામાં આવી રહી છે. જે બાદ અન્ય ખુલાસાઓ થશે.