અમરેલીઃ અમરેલીના ચિતલ ગામે માતાએ પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેર પી આત્મહત્યા કરી લીધી હતી. મળતી જાણકારી અનુસાર,  અમરેલીના ચિતલ ગામે કાજલબેન સાવલિયા નામની પરિણીતાએ આજે સવારના સમયે પોતાના સાત મહિનાના જયપ્રકાશ સાવલિયા નામના પુત્રને ઝેર પીવડાવ્યું ત્યારબાદ પોતે પણ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.


આ ઘટનાની જાણકારી પરિવારને થતા માતા- પુત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ માતા- પુત્રનું મોત નિપજ્યું હતું.  માતા-પુત્રના મોતના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસે આ મામલે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મહિલાએ ક્યા કારણોસર પુત્રને દવા પીવડાવી પોતે પણ આત્મહત્યા કરી લીધી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.


Gujarat Corona Update :  ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 30 જૂને રાજ્યમાં 547 નવા કેસ નોંધાયા બાદ ગઈકાલે 1 જુલાઈએ  632 કેસ નોંધાયા હતા તો આજે 2 જુલાઈએ  ફરીવાર 600 નજીક  નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં આજે 1 જુલાઈએ  કોરોના વાયરસના નવા 580 કેસ નોંધાયા છે. 


આજે ક્યાં કેટલા કેસ નોંધાયા 
રાજ્યમાં આજે નોંધાયેલા 580 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 229,  સુરત શહેરમાં 87, વડોદરા શહેરમાં 33, મહેસાણાના 29, વલસાડમાં 23, ગાંધીનગર શહેરમાં 20, કચ્છ-નવસારી-સુરત જિલ્લામાં 19, અને ભાવનગર શહેરમાં 11  કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે. 


391 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 3478 થયા 
રાજ્યમાં આજે 2 જુલાઈએ  કોરોનાથી મુક્ત થઇને 391 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,18,817 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 3478 થયા છે, જેમાં 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જયારે 3475 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી. 


દેશમાં 17 હજારથી વધારે કેસ નોંધાયા
દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સતત બીજા દિવસે 17 હજારથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 17,092 નવા કેસ નોંધાયા છે અને 29 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસ 1.09 લાખને પાર થયા છે.


 


Alaska : અલાસ્કામાં ટાઇટેનિક જેવી ઘટના બનતા રહી ગઈ, બરફના મોટા ટુકડા સાથે અથડાયું જહાજ, જુઓ વિડીયો


Sri Lanka: શ્રીલંકામાં પેટ્રોલનો એક લીટરનો ભાવ જાણીને આંખો ફાટી જશે, જાણો ક્યાં પહોંચ્યા પેટ્રોલના ભાવ


Amaravati Murder Case: અમરાવતી હત્યાકાંડનો માસ્ટર માઈન્ડ નાગપુરથી ઝડપાયો, મહારાષ્ટ્ર પોલીસને મળી મોટી સફળતા 


જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, દામોદર કુંડમાં પુર આવ્યું


Sri Lanka: શ્રીલંકામાં પેટ્રોલનો એક લીટરનો ભાવ જાણીને આંખો ફાટી જશે, જાણો ક્યાં પહોંચ્યા પેટ્રોલના ભાવ