Accident:નવસારી છાપરા રોડ પાસે કન્ટેનર અને ટ્કના અકસ્માતમાં મહિલાએ જીવ ગુમાવ્યો. મહિલા ટ્ક નીચે આવી જતા કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે.
નવસારી છાપરા રોડ પાસે કન્ટેનર અને ટ્કના અકસ્માતમાં મહિલાએ જીવ ગુમાવ્યો. મહિલા ટ્ક નીચે આવી જતા કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. ડાયમંડ કંપનીમાં નોકરી કરતી મહિલા ટ્રકના અડફેટે આવી ગઇ હતી. જેના કારણે ટ્રક નીચે પટકાઇ જતાં ધટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું છે.
આ મહિલા પરમેશ ડાયમંડ કંપનીમાં નોકરી કરતી હતી. નોકરી જતી સમયે ટ્રક અને કન્ટેનબપ વચ્ચેના અકસ્માતમાં મહિલા અડફેટે આવી જતાં ટ્રેક નીચે પટકાતા મહિલાનું કરૂણ મોત થયું છે. અકસ્માતના પગલે અહીં લાંબા સમય સુધી ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો. નવસારી શહેરમાં ટ્રકોના આવન જાવનને લઈને નિયમોનો અમલ ન થતા આ રોડ પર છાશવારે અકસ્માત સર્જાઇ છે.
પંચમહાલ: ગોધરાના બિસ્માર રસ્તાના કારણે 7 વર્ષના માસૂમે ગૂમાવ્યો હાથ, ટ્રકના નીચે કચડાયો
7 વર્ષનો માસુમ ટ્રકમાં અડફેટે આવી ગંભીર ઇજા પહોંચી હતી અને જેના કારણે તેને હાથ ગુમાવવાનો વારો આવ્યો છે.
ગોધરામાં ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાતા એક બાળકે હાથ ગુમાવવાનો વારો આવ્યો છે. અહીના ખખડધજ રસ્તાનાં કારણે બાઇક સવારે સંતુલન ગુમાવતા 7 વર્ષનો માસુમ બાઇકમાંથી નીચે પટકાયો હતો અને ટ્રકના વ્હીલમાં હાથ આવી જતાં મોત થયું હતું. અહીં લીંબા તળાવ રોડ પાસે બાઇક લઇ પસાર થઈ રહેલ રાહદારીની બાઇક ખાડા મા પછડાતા બાઇક ચાલકે કાબુ ગુમાવતા નજીક થી પસાર થઈ રહેલ ટ્રક ની અડફટે આવી જતાં માસૂમ નો હાથ કચડાયો હતો અને તેના કારણે માસૂમને હાથ ગુમાવાનો વારો આવ્યો છે.
હાલોલ વડોદરા ટોલનાકા રોડપર અકસ્માતની વણઝાર સર્જાઇ
હાલોલ વડોદરા ટોલનાકા રોડપર અકસ્માતની વણઝાર સર્જાઇ. અહીં ભણીયારા નજીક વિચિત્ર અકસ્માતની ઘટના બની છે. અહીંઅચાનક આગળ ચાલતી કારે બ્રેક મારતા પાછળ આવતી પાંચ જેટલી કાર એકબીજા સાથે અથડાઇ હતી. જો કે સદ્નસીબે કોઇ જાનહાનિ નથી થઇ. માત્ર ગાડીઓને નુકશાન પહોંચ્યું હતું.
. જો કે સદ્નસીબે કોઇ જાનહાનિ નથી થઇ. માત્ર ગાડીઓને નુકશાન પહોંચ્યું હતું. તો નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર પણ અકસ્માત થયો હતો પણ સદનસીબે અહીં પણ કોઇ જાનહાનિ ન હતી થઇ. નિરાલી હોસ્પિટલ પાસે ટ્રક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. ટ્રકનું પંચર બનાવતી વખતે પાછળથી આઇસર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રકના પાછળના ભાગે અથડાતા અકસ્માત થયો હતો.ઘટનાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકો બચાવ અર્થે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા જો કે સદ નસીબે કોઈ જાનહાનિના સમાચાર નહીં અહીં પણ અકસ્માતની ઘટનાને લઈને હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.તો નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર પણ અકસ્માત થયો હતો પણ સદનસીબે અહીં પણ કોઇ જાનહાનિ ન હતી થઇ. નિરાલી હોસ્પિટલ પાસે ટ્રક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. ટ્રકનું પંચર બનાવતી વખતે પાછળથી આઇસર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રકના પાછળના ભાગે અથડાતા અકસ્માત થયો હતો.ઘટનાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકો બચાવ અર્થે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા જો કે સદ નસીબે કોઈ જાનહાનિના સમાચાર નહીં અહીં પણ અકસ્માતની ઘટનાને લઈને હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો