Gujarat assembly election 2022: વેરાવળમાં ભાજપ દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાને સંબોધવા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવ્યા હતા. તેમણે કોંગ્રેસ અને આપને આડે હાથ લીધી હતી. આ ઉપરાંત મુસ્લિમ વોટરોને કોંગ્રેસ પંપાળતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.


 




વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ચૂંટણી પ્રચારના અંતિમ દોરમાં સોમનાથના વેરાવળ ખાતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જંગી જાહેરસભાને સંબોધતા યોગીએ સોમનાથ પર વિધર્મીઓના આક્રમણને યાદ કરી ગુજરાતીમાં સબોધનની શરૂઆત કરી હતી. યોગીએ સભા સંબોધતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.


કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમોને સન્માન તો નહીં આપે અને તમારી સુરક્ષા કરી શકતી નથી. આ બધું ભાજપની સરકાર જ આપી શકે. આમ આદમી પાર્ટીનો નમુનો આતંકીઓનો હિતેચ્છુ છે અને સેનાના પરાક્રમ સામે સવાલ ઉઠાવી પ્રુફ માંગે છે.  ત્યારે આવા લોકોને મત આપીને આપણા મતને કલંકિત ના કરાય. સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા બનાવી સન્માન આપવાનું કામ મોદી સરકારે કર્યુ. કોંગ્રેસે ક્યારેય સરદાર પટેલને સન્માન આપ્યુ નથી. આ તકે યોગી સહિતના મહાનુભાવો એ સંવિધાન ગોરવ દિવસ નિમિત્તે મંચ પર બંધારણ ના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ને પુષ્પાંજલિ કરી હતી.


બીજી તરફ કોંગ્રેસને આડેહાથ લઈ યોગીએ કહ્યું કે કોંગ્રેસ મુસ્લિમ વોટબેંક માટે ક્યારેય પણ આપણી આસ્થાને સન્માન નહિ આપે. જે કોંગ્રેસ તમારી આસ્થા સાથે ખીલવાડ કરે છે, શું એવી કોંગ્રેસ ને મત આપશો ? કોંગ્રેસ અહીંથી શાંત નથી થતી, કોંગ્રેસે ક્યારે ડો. બાબાસાહેબ આંબેડકરને સન્માન નથી આપ્યું. બાબાસાહેબને ચૂંટણી હરાવવાના ભરપૂર પ્રયાસ કોંગ્રેસ કરતી હતી.


અરવિંદ કેજરીવાલે ગુજરાતના સરકારી કર્મચારીઓને શું આપ્યો સંદેશ ?


 ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના સરકારી કર્મચારીઓને સંદેશ આપ્યો. તેમણે કહ્યું, થોડા સમય પહેલા ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓએ જોરદાર આંદોલન કર્યું હતું. ગુજરાતના ઈતિહાસમાં સરકારી કર્મચારીઓનું આવું આંદોલન ક્યારેય બન્યું નથી કે સરકારી કર્મચારીઓને આ રીતે રસ્તા પર આવવાની ફરજ પડી હોય. સરકારી કર્મચારીઓની એક જ માંગ હતી કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે.


પરિવર્તન માટે અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે પ્રેરિત કરોઃ કેજરીવાલ

હું ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને ગેરંટી આપું છું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના 1 મહિનાની અંદર જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. જૂની પેન્શન યોજનાનું નોટિફિકેશન 31મી જાન્યુઆરી પહેલા બહાર પાડવામાં આવશે. અમે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરીને બતાવી છે. ઘણા કામદારો કામચલાઉ ધોરણે કોન્ટ્રાક્ટ પર કાચા કામદારો તરીકે કામ કરી રહ્યા છે. રાજ્યના વાહનવ્યવહાર વિભાગના કર્મચારીઓ, ડ્રાઈવર, કંડક્ટર, પોલીસકર્મીઓ, હોમગાર્ડ, ગ્રામરક્ષક, વીસી, આંગણવાડી કાર્યકરો, આશા વર્કરોને ઓછો પગાર મળે છે. હું તમામ કર્મચારીઓને મળ્યો છું અને તેમની સમસ્યાઓ જાણું છું. મારી તમામ કર્મચારીઓને વિનંતી છે કે તમે અમારી સરકાર બનાવો, હું ખાતરી આપું છું કે હું તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવીશ. ચૂંટણીને આડે 5 દિવસ બાકી છે, આ 5 દિવસમાં ફોન કરીને કે વોટ્સએપ દ્વારા કે ઘરે ઘરે જઈને વધુને વધુ લોકોને બદલાવ માટે, પરિવર્તન માટે અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે પ્રેરિત કરો.