નવસારી: જિલ્લાના વાસદા તાલુકાના ખાટા આંબા ગામે એક હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં ઝેરી દવા ગટગટાવનાર યુવાનને સમયસર સારવાર ન મળતા મોતને ભેટ્યો છે. જો કે, ચોંકાવનારી બાબત એ પણ છે કે, બિસ્માર રસ્તા ના કારણે યુવાનને દોઢ કિલોમીટર સુધી દવાખાને ઝોળીમાં  લઈ જવો પડ્યો હતો. આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ  થયો છે. જો ગામમાં સારો રસ્તો હોત અને સમયસર એમ્બ્યૂલન્સ આવી ગઈ હોત તો કદાચ યુવકનો જીવ બચી ગયો હોત.


આઝાદીકાળથી ન બનેલો રસ્તો એમ્બ્યુલન્સ આવી શકે એવી હાલતમાં ન હોવાના કારણે પરિવારના સભ્યો દોઢ કિલોમીટર સુધી ઝોળીમાં ઊંચકીને યુવકને સારવાર અર્થે લઈ ગયા હતા. 25 ઘરના લોકોની વસ્તી ધરાવતા ખાટા આંબા ગામના બાબુલિયા ફળિયામાં આઝાદીકાળથી આજ સુધી રસ્તો ન બન્યો હોવાનો ગ્રામજનોએ આક્રોશ ઠાલવ્યો છે. ગામના લોકો દર ચોમાસે આરોગ્ય ઇમર્જન્સી વખતે આવી સમસ્યાઓનો સામનો કરતા રહે છે.



અંબાજી મંદિર ખાતે ભક્તોને આપવામાં આવતા મોહનથાળના પ્રસાદમાં ભેળસેળવાળું  ઘી વાપરવામાં આવ્યું હોવાનો રિપોર્ટ સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો હતો. જો કે, હવે ભેળસેળ વાળા ઘી મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, અંબાજી મંદિર ખાતે મોહિની કેટરર્સના ઘીનો સેમ્પલ ફેલ થવાના કારણે મોહનથાળનો પ્રસાદ બનાવવાનું મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પ્રસાદ બનાવવાની કામગીરી મોહિની કેટરર્સ ના બદલે અક્ષયપાત્ર દ્વારા પ્રસાદ બનાવવામાં આવશે. આ ઉપરાંત સરકારે કોન્ટ્રાક્ટ રદ્દ કરી મોહિની કેટરને બ્લેક લીસ્ટ પણ કરી છે.


નોંધનીય છે કે મોહનથાળના નકલી ઘીના ઉપયોગના કેસના ખુલાસામાં અમદાવાદમાં માધપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યું છે.  મોહિની કેટરર્સે પ્રસાદની માંગને પહોંચી વળવા માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સમાં ઘીનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ મોડી રાત્રે ફૂડ એન્ડ આરોગ્ય વિભાગની ટીમ નીલકંઠ ટ્રેડર્સમાં ત્રાટકી અને સીલ માર્યુ હતું.


 



ભાદરવી પૂનમના મેળા પહેલાં ફૂડ વિભાગે અંબાજી મંદિરના ભોજનાલયમાં પ્રસાદના સ્થળેથી ઘીના સેમ્પલ લીધા હતા. જે બાદ રિપોર્ટમાં ખુલાસો થયો કે ઘીમાં ભેળસેળ હતી. અંબાજી મંદિરમાં મોહનથાળના આ પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને અપાયો હતો. મોહિની કેટરર્સના સંચાલક પ્રમાણે અમૂલના લોગોવાળું ઘી અમદાવાદથી લાવવામાં આવ્યું હતું. ઘી શંકાસ્પદ લાગતા તેનો ઉપયોગ નહોતો કરાયો અને બાદમાં બનાસ ડેરીમાંથી ઘી લવાયું હતું.  સંચાલકે તો દાવો કર્યો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે  કેમ કે તેમને જ નકલી ઘી પધરાવી દેવામાં આવ્યું હતું.  તો આ અંગે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના કમિશ્નર ડૉ. હેમંત કોશિયાના જણાવ્યા પ્રમાણે મોહિની કેટરર્સે જ સસ્તાની લ્હાયમાં ભેળસેળિયું ઘી લીધું હતું.



આ વખતે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ માંના દર્શન કરીને મોહનથાળનો પ્રસાદ લીધો હતો, હવે આ મોહનથાળના પ્રસાદ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેઇલ થયા છે. ખાસ વાત છે, જે ઘીના ડબ્બાના સેમ્પલ ફેઇલ થયા છે તેનો સંબંધ અંબાજીના મોહનથાળના પ્રસાદ સાથે છે. અંબાજીમાં માં અંબાના પ્રસાદમાં પણ ગોલમાલ થઇ હોવાની રાડ ઉઠી છે. મોહનથાળ માટે વપરાતા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે.


મળતી માહિતી પ્રમાણે, અંબાજીમાંથી ફૂડ વિભાગે થોડાક દિવસો પહેલા લીધેલા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે. ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા. ખાસ વાત છે કે, ફૂડ વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટટર્સમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, ફૂડ વિભાગે અહીંથી 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા, અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયા હતા, જે સેમ્પલ ફેઇલ થયા છે. મોહિની કેટરર્સ અંબાજી મંદિરના મોહનથાળનો પ્રસાદ બનાવે છે.