નવસારી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વિનય પટેલ નામના યુવકની હત્યાના પ્રકરણે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ કારણે જિલ્લાની પોલીસ દોડતી થઈ છે.  પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાની ના પડાતા જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બે આરોપીને રાઉન્ડ કરવામાં આવ્યા છે. 


નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ગતરાત્રિ  દરમિયાન વિનય પટેલ નામના યુવકની 3 ઈસમો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.  હત્યા બાદ ગામમાં ભારે રોષ જોવા મળ્યો હતો.  રાત્રિ સમયે પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મૃતદેહને ચીખલી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 


આજે સવારે પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનો દ્વારા મૃતદેહનો સ્વીકાર ન કરાતા પોલીસ દોડતી થઈ હતી. સમગ્ર પ્રકરણમાં જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી પરિવારના લોકો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી.  સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વિવિધ ટીમોની રચના કરવામાં આવી હતી.  જેમાં નવસારી એલસીબી પોલીસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.  જેમાં પોલીસે હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. 


સમગ્ર ઘટનાને લઈને ત્રીજા આરોપીને પણ પોલીસ ગણતરીની કલાકોમાં દબોચી લેવામાં આવશે.  હાલ પરિવારે આ મૃતદેહ સ્વીકાર્યો નથી પરંતુ સાંજ સુધી તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી પૂર્ણ કરાશે. આ ઘટનાને લઈને ગણદેવી અને ચીખલીના ધારાસભ્ય દ્વારા પણ પરિવારની મુલાકાત લઇ અને સાંત્વના આપવામાં આવી છે. આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની એમણે ખાતરી અપાવી છે.


Rajkot: ગોંડલ તાલુકાના પેટ્રોલ પંપમાં લૂંટ અને હત્યાના પ્રયાસના કેસમાં 37 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો


રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પેટ્રોલ પંપમા લૂંટ અને હત્યાના પ્રયાસ કેસમાં છેલ્લાં 37 વર્ષ થી ફરાર આરોપી ઝડપાઈ ગયો છે.  પંચમહાલ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમનાં હાથે આ આરોપી ઝડપાયો છે. ઘણા વર્ષોથી આરોપી ગુનો કરી ફરાર થઈ ગયો હતો. 1986માં આ લૂંટની ઘટના બની હતી.


ગોધરા પેરોલ ફર્લો સ્કોડ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટના ગોંડલ તાલુકા પોલીસ મથકે વર્ષ 1986 દરમિયાન રાત્રિના સમયે લૂંટ અને હત્યાના પ્રયાસ નોંધાયેલ કેસનો ચડ્ડી બનિયાન ધારી ગેંગનો ફરાર આરોપી શહેરા તાલુકાના ભૂરખલ ગામે કોઈ સબંધીને ત્યાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી.  જે ચોક્કસ બાતમીનાં આધારે ગોધરા પેરોલ ફર્લો સ્કોડની ટીમે છાપેમારી કરી આરોપીને ઝડપી પાડયો હતો. 


આરોપી ભારત ઉર્ફે ભારતીયો છત્ર નટ ચડ્ડી બનીયાન ધારી ગેંગના અન્ય સાત લોકો સાથે મળી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલ એક પેટ્રોલ પંપ ઉપર પર રાત્રિના 1  વાગ્યા નાં સુમારે લૂંટ કરી  હત્યાનો પ્રયાસ  કરવામાં આવ્યો હતો.  વર્ષ 1986 દરમિયાન લૂંટ અને હત્યાનાં પ્રયાસ જેવાં ગંભીર ગુનાને અંજામ આપી આરોપી ભાગી છૂટયો હતો.  ત્યારથી આરોપી ગોંડલ પોલીસ  ચોપડે ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. આ આરોપી પોતાની ઓળખ છૂપાવી 30 વર્ષ સુઘી પુનામાં છુપાઈને રહ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.   હાલ 12 દિવસ અગાઉ તે પોતાનાં વતન ભુરખલ ગામે આવ્યો હતો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.


આરોપી ભારત ઊર્ફે ભારતીયો 7 પૂત્ર અને 3 દીકરી એમ કુલ 10 સંતાનનો પિતા છે.  હાલ પેરોલ ફર્લો સ્કોડની ટીમ દ્વારા જરુરી કાર્યવાહી હાથ ધરી આરોપીને ગોંડલ પોલીસને સોંપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.