હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 2 દિવસમાં ઠંડીનું જોર વધશે,. ગુજરાતમાં માવઠા બાદ રાજ્યમાં ઠંડીનો પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં આગામી  4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.


હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં આગામી  4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.  મુંબઇમાં માવઠું અને શીત લહેર,તાપમાન 2.5 ડિગ્રી ઘટયું, બોરીવલી,  કાંદિવલી, અંધેરી, સાંતાક્રૂઝ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે.  તો બીજી તરફ ગુજરાતમાં પણ માવઠાના કારણે રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 2 દિવસ વધુ ઠંડીની આગાહી કરી છે.


હવામાનની આગાહી મુજબ રાજ્યમાં આગામી બે દિવસ કડકડતી ઠંડીની આગાહી કરાઇ છે.   કચ્છમાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. , 6.9 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ ગાર રહ્યું તો  તો અમદાવાદમાં પણ તાપમાનનો પારો 10 ડિગ્રી આસપાસ જવાની શક્યતા છે.


અમદાવાદમાં શહેરમા ફરી ઠંડીનુ જોર વધ્યું છે. 48  કલાક કોલ્ડ વેવના આગાહી કરાઇ છે. કોલ્ડ વેવના પગલે
ટેમ્પરેચરમા ૧થી ૨ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં હવે માવઠાની કોઇ શક્યતા નથી પરંતુ આગામી 2 દિવસમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું જોર વધી શકે છે. જો કે આ વર્ષે ઉતરાણયના પર્વ પર વધુ ઠંડીની શક્યતા બહુ ઓછી છે.


ગુજરાતમાં આ વિસ્તારમાં પડ્યો હતો વરસાદ


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતના 16 તાલુકામાં માવઠું પડયું હતું. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 1.5 ઈંચ, ભાણવડ-પોરબંદરમાં 1 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદરના રાણાવાવ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્યત્ર જામનગરના લાલપુર-જામજોધપુર-કાલાવડ, ભરૂચના નેત્રંગ, તાપીના કુકરમુંડા, બનાસકાંઠાના થરાદ, કચ્છના મુન્દ્રા-માંડવી, પોરબંદરના કુતિયાણા, નર્મદાના ગરુડેશ્વરમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.


રાજ્યના મુખ્ય શહેરના લધુતમ તાપમાન પર નજર કરીએ તો



  • અમદાવાદ- લધુતમ તાપમાન 10 ડિગ્રી

  • ગાંધીનગર –લઘુતમ તાપમાન – 8 ડિગ્રી

  • વડોદરા – લઘુતમ તાપમાન -10 ડિગ્રી

  • રાજકોટ – લઘુતમ તાપમાન – 10 ડિગ્રી

  • જામનગર –લઘુતમ તાપમાન – 12 ડિગ્રી

  • મહેસાણા – લધુત્તમ તાપમાન  - 8 ડિગ્રી

  • સુરત – લઘુતમ તાપમાન -12 ડિગ્રી