હાલ રાજ્યમાં કોરોના અને H1N1 અને H3N2 ના કેસો  નોંધાઇ રહ્યાં છે. આ સ્થિતિમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં વાયરસ અંગે નિવેદન આપ્યું છે અને માસ્ક પહેરવા અનુરોધ કર્યો છે. ગૃહમાં વાયરસ મુદ્દે વાત કરતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, હાલમાં રાજ્યમાં સીઝનલ ફલૂ ના કેસો જોવા મળે છે, H1N1 અને H3N2 ના કેસો હાલ નોંધાયા છે,આ બંને ફલૂમાં મરણનો દર ખૂબ ઓછો છે, 1 જાન્યુઆરી થી 13 માર્ચ સુધી GERMIS પોર્ટલ પર Gandhinagar રાજ્યમાં 83 સીઝનલ ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાયા છે.H3N2 થી રાજ્યમાં એકપણ મૃત્યુ થયું નથી.1 વ્યક્તિનું ફલૂ ના કારણે મૃત્યુ થયું છે. 80 કેસ H1N1 અને 3 કેસ H3N2 ના નોંધાયા છે,ફલૂ ના કારણે રાજ્યની હોસ્પિટલમાં ઓપીડી માં 10 થી 15 ટકાનો વધારો થયો છે. ઇન્ડોર દર્દીઓમાં 3 થી 5 ટકાનો વધારો થયો છે”


આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે,” હાલ  માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં નથી આવ્યું પરંતુ સ્વબચાવ અને પરિવારના રક્ષણ માટે માસ્ક પહેરવું જરૂરી છે. લોકોએ ખોટો ભય ફેલાવવાની જરૂર નથી,સ્વબચાવ માટે લોકો માસ્ક પહેરે એ જરૂરી છે.


રાજ્યમાં વધી રહેલા H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની પરિસ્થિતિને પોહચી વળવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે  એક સમિક્ષા બેઠક યોજી હતી. તેમણે આ બેઠકમાં જણાવ્યુ કે ગુજરાતની પ્રજાએ H3N2 ફ્લુથી ગભરાવવાની નહીં પરંતુ તકેદારી રાખવાની જરૂર છે અને રાજ્ય સરકાર આ માટે સજ્જ છે. તેમણે કહ્યુંકે 10 માર્ચ 2023 સુધીમાં રાજ્યમાં H1N1 ના 77 અને H3N2 ના 3કેસ નોંધાયા છે તથા H3N2 થી રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયેલ નથી. 



Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો, લાંબા સમય બાદ પોઝિટિવ કેસનો આંક 100ને પાર પહોંચ્યો


Gujarat Corona Update:  ઘણા લાંબા સમય બાદ રાજ્યમાં કોરોનાનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 119 દર્દી નોંધાયા છે.  સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 62 કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 435 પર પહોંચી ગઈ છે.  હાલમાં રાજ્યમાં 4 લોકો વેન્ટીલેટર છે અને 431 લોકો સ્ટેબલ છે. આજે કોરોનાને કારણે રાજ્યમાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી.


અમદાવાદમાં કોરોનાના વધતા કેસ વચ્ચે રસીનો જથ્થો ખૂટી પડતા તંત્રમાં દોડધામ


રાજ્યમાં કોરોનાના વધતા કેસ મામલે અમદાવાદ મહાનગરપાલિકાએ તૈયારીઓ શરુ કરી છે. હાલમાં અમદાવાદના પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોનાના એક્ટિવ કેસ વધુ નોંધાયા છે. તો બીજી તરફ કોરોનાના વધતા કેસો વચ્ચે અમદાવાદ શહેરમાં વેક્સિનનો જથ્થો ખુટી પડ્યો છે. કોવિશિલ્ડના જથ્થા માટે રાજ્ય સરકાર પાસે માંગણી કરાઈ છે. કોવેક્સીનનો જથ્થો એકથી બે દિવસ ચાલે એટલો હોવાની સ્થિતિ ઉભી થવા પામી છે.


અમદાવાદમાં બે માસ બાદ ફરી વેકસીનનો જથ્થો ખૂટી પડ્યો છે. જાન્યુઆરી માસમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને રસી પૂરી પાડ્યા બાદ AMC ને 5 લાખ ડોઝ પુરા પાડવામાં આવ્યા હતા. પ્રથમ ડોઝ લેનાર નાગરિકોની સંખ્યા 106% પહોચી છે. બીજો ડોઝ લેનાર નાગરિકોની સંખ્યા 91% એ પહોચી છે. બુસ્ટર ડોઝ લેનાર નાગરિકોની સંખ્યા 22 ટકાએ પહોંચી છે. AMC ના મત મુજબ બુસ્ટર ડોઝ લેવામાં નાગરિકોમાં ઉદાસીનતા જોવા મળી છે.