Heatwave Update: આ વર્ષે ભારત એકમાત્ર દેશ નથી જેને  ગરમીમાં શેકવુ પડશે. થાઈલેન્ડ અને બાંગ્લાદેશમાં પણ તાપમાન સતત વધી રહ્યું છે. તો ચીનના યુનાન પ્રાંતમાં દુષ્કાળની સ્થિતિ છે.


દેશમાં વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. દરમિયાન, હવામાન વિભાગે મે મહિનામાં દેશના ઘણા ભાગોમાં તીવ્ર ગરમીની પણ  આગાહી કરી છે. જેના કારણે પાવર નેટવર્ક પ્રભાવિત થઈ શકે છે અને અર્થતંત્રને નુકસાન થઈ શકે છે. ઉપરાંત, ઘણા લોકોને તેના કારણે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગોમાં તાપમાન વધી શકે છે.


હવામાન વિભાગે જણાવ્યું હતું કે પૂર્વ મધ્ય અને પૂર્વીય વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે.  બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, એશિયાના દેશો 2022 માં રેકોર્ડ બ્રેક ગરમી પછી આ વર્ષે હીટવેવનો સામનો કરી રહ્યા છે. જેના કારણે વૈશ્વિક ઘઉંના પુરવઠાને અસર થઈ હતી. આ સિવાય બિઝનેસ અને ટ્રેડર્સ હવે તેમના રોકાણના નિર્ણયોમાં ખરાબ હવામાનને ધ્યાનમાં લઈ રહ્યા છે.


આ વર્ષે વધુ વરસાદ પડી શકે છે


હીટવેવ્સ વીજળીના વપરાશમાં વધારો કરે છે જેમ કે એર કંડિશનર અને પંખાનો ઉપયોગ. જેના કારણે પાવર ગ્રીડ પર વધુ દબાણ આવે છે અને બ્લેક આઉટ થવાનું જોખમ વધી જાય છે. વધુ પડતી ગરમી ઉત્પાદકતાને નુકસાન પહોંચાડે છે. આ સિવાય તે લોકો માટે જીવલેણ પણ બની શકે છે. આ વર્ષે ગરમીનો સામનો ભારત સિવાયના દેશોને પણ કરવો પડી શકે છે.


મળતી માહિતી મુજબ થાઈલેન્ડ અને બાંગ્લાદેશમાં પણ તાપમાન સતત વધી રહ્યું છે. ચીનના યુનાન પ્રાંતમાં દુકાળ પડ્યો છે. વિભાગે આગાહી કરી છે કે આગામી ચોમાસા દરમિયાન અલ નીનોનો વિકાસ થઈ શકે છે. જેના કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર તેની અસર જોવા મળી શકે છે. જેના કારણે પૃથ્વીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ તો કેટલાક ભાગોમાં દુષ્કાળની ગંભીર સ્થિતિ સર્જાશે. જોકે ભારતમાં તેની સકારાત્મક અસર થવાની ધારણા છે. જેના કારણે આ વર્ષે ચોમાસામાં વધુ વરસાદ પડી શકે છે.


હવામાન કચેરીએ જણાવ્યું હતું કે, મે મહિનામાં ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય ભારતના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે. દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે વાતાવરણ સૂકું રહ્યું છે અને લોકોને ગરમીથી પણ રાહત મળી છે. આ પહેલા એપ્રિલની શરૂઆતમાં હવામાન વિભાગે ગરમીના કારણે ઘણા વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું હતું. આ સાથે ફેબ્રુઆરી મહિનામાં ગરમીએ પણ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે.