Gujarat Rain Forecast:ગુજરાતના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગે આજે વરસાદની આગાહી કરી છે. રાજ્યના ચાર જિલ્લા અને બે સંઘ પ્રદેશના છુટાછવાયા વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે  ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.

દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં  વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તો પ્રવાસન સ્થળ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી  છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના પગલે  207 પૈકી 47 જળાશયો સંપૂર્ણ ભરાયા ગયા છે... સૌરાષ્ટ્રના 141 પૈકી 34 જળાશયો હાઉસફુલ છે. તો કચ્છના છ અને દક્ષિણ ગુજરાતના સાત જળાશયો  સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.રાજ્યના કુલ 85 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે.  90 ટકાથી વધુ ભરાયેલા 57 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 16 જળાશયો એલર્ટ પર છે. , તો 70થી 80 ટકા ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર છે.

ગુજરાત સિવાય રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, અહી જેસલમેરમાં વરસાદ આફતરૂપ બન્યો છે. રાજસ્થાનના જેસલમેરમાં ભારે વરસાદ વચ્ચે મકાન ધરાશાયી થતાં થતા ત્રણ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે.  સ્થાનિક પ્રશાસનને ઘટનાસ્થળ પર પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.  ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતા.

હિમાચલ પ્રદેશના લાહૌલમાં વરસાદ બાદ સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. લો લેવલ બ્રિજ પર બનાવેલ પુલ ધોવાયા જતાં રસ્તા બ્લોક થઇ ગયા છે.  પૂરના પાણીથી ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે.  ખેતરોમાં પાણી અને કાદવથી  પાક બરબાદ થઇ ગયો છે.

મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં પણ હવામાન વિભાગે  ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. નર્મદા નદીમાં ઘોડાપુર વચ્ચે જીવના જોખમે પુલ પરથી લોકો અવરજવર કરી રહ્યા છે.  સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.