Gujarat Rain Forecast: રાજ્યના 10 જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.. સૌરાષ્ટ્રના સાત, ઉત્તર ગુજરાતના એક, તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં  વરસાદ  વરસી શકે છે.સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. .. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ  અપાયું છે.


દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.બુધવારે રાજ્યના 75 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. 20 તાલુકામાં વરસ્યો એક ઈંચથી વધુ વરસાદ પડ્યો. તો  મોરબીના ટંકારામાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો.. તો કોડીનાર, ગોંડલ, જૂનાગઢમાં વરસ્યો ત્રણ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો


બુધવારે સૌરાષ્ટ્રમાં વરસેલા ધોધમાર વરસાદથી નદીઓ અને ચેકડેમો છલકાયા.. છ સ્થળે વીજળી પડતા બેના મોત થયા. કાલાવડ, ચિત્રોડીમાં બે પશુઓના મોત નિપજ્યાં.આગામી પાંચ દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પણ  અનુમાન છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટા ઉદેપુર અને આણંદ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની અંબાલાલ પટેલ આગાહી  કરી છે.


ચોમાસાની સિઝનમાં રાજ્યમાં સરેરાશ વરસાદમાં 10.47 ટકાનો વધારો થયો છે.  વર્ષ 2021માં 33.60 ઈંચ, 2022માં 34 ઈંચ તો 2023માં 35.08 ઈંચની સરેરાશ નોંધાઈ છે.દેશભરમાં કાલથી વરસાદનું જોર વધવાની ભારતીય હવામાન વિભાગની આગાહી છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશથી લઈને ગુજરાત સુધી ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. ઉત્તરાખંડ, હરિયાણામાં અતિભારે વરસાદની શક્યતા છે.


બુધવારે રાત્રે માયાનગરી મુંબઈ વરસાદથી તરબોળ થયું છે.. મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો,  ઝરમર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક  પ્રસરી ગઇ છે.રાજસ્થાનના ધૌલપુરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.  દુકાનોની અંદર એક એક ફુટ સુધીના પાણી ઘુસી ગયા છે.  તો મૂશળધાર વરસાદથી રોડ-રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જ્યા હતા.


 જેતપુરની સરકારી હોસ્પિટલ નજીક મસમોટુ વૃક્ષ ધરાશાયી થતા થતા પાર્ક કરેલ કાર ક્ષતિગ્રસ્ત થઇ હતી.  વૃક્ષ ધરાશાયી થતાં થોડા સમય માટે રસ્તો  બ્લોક થઇ ગયો હતો. મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થતા નાગરિકો પરેશાન થયા હતા. ભૂજમાં  ભક્તિ પાર્ક, સ્વામિનારાયણ નગર સહિતના અડધા ભૂજમાં વીજળી ગુલ થતા  પીજીવીસીએલની કચેરી પર મહિલાઓએ હોબાળો કર્યો હતો.