Himachal Landslide:હિમાચલ પ્રદેશમાં ગઈકાલથી અચાનક ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે લાહૌલ અને સ્પીતિમાં અરાજકતા છે. જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. મકાન ધરાશાયી થવાથી દંપતી અને પુત્રના મોત થયાની પણ માહિતી છે. કુલ્લુમાં બિયાસ નદીના વહેણને કારણે નેશનલ હાઈવે 3 નો એક ભાગ પણ ધોવાઈ ગયો છે.


હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલન અંગેના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રવિવારે વહેલી સવારે ગ્રામ્ફૂ ગામ અને છોટા ધારામાં અચાનક પૂર અને ભૂસ્ખલન થયું હતું. જેમાં મકાન ધરાશાયી થતાં એક દંપતી અને તેમના પુત્રના મૃત્યુનો અહેવાલ છે. જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર લાહૌલ સ્પીતિએ AEC BRO 94 RCC, NH 505 (Sumdo Kaza-Gramfu) ખાતે અચાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનાની જાણ કરી છે. આ કેન્દ્ર તરફથી જારી કરવામાં આવેલી માહિતી અનુસાર, ગ્રાંફુથી છોટા ધારા વચ્ચેનો રસ્તો વિવિધ સ્થળોએ બ્લોક છે.


શ્રીખંડ મહાદેવની યાત્રા આવતીકાલ સુધી સ્થગિત


HP SEOCએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે  ફસાયેલા  30 કોલેજના વિદ્યાર્થીઓના ગ્રૂપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામં આવ્યું હતું.  ભારે વરસાદ અને પાર્વતી બાગથી આગળ યાત્રાના રૂટને થયેલા નુકસાન માટે 'રેડ' એલર્ટને કારણે 9 અને 10 જુલાઈ માટે શ્રીખંડ મહાદેવની યાત્રા સ્થગિત કરવામાં આવી છે. કુલ્લુ શિમલાના ડેપ્યુટી કમિશનર આશુતોષ ગર્ગે જણાવ્યું છે કે કુમારસેનમાં કાટમાળ નીચે દટાઈ જવાથી દંપતી અને એક બાળકના મોતના અહેવાલ છે.


દિલ્હીમાં વરસાદ, ઝાડ પડવાના 24 કેસ નોંધાયા, મિન્ટો રોડ કરાયો બંધ


દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન અવિરત વરસાદને કારણે 15 મકાનો ધરાશાયી થયા છે, જ્યારે એક ઘરનો એક ભાગ ધરાશાયી થવાને કારણે 56 વર્ષીય મહિલાનું મોત થયું છે. પીડિતાની ઓળખ કરોલ બાગની રહેવાસી 56 વર્ષીય રણજીત કૌર તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ પહેલા તેના ક્વાર્ટરનો એક ભાગ પડી ગયો હતો. જ્યારે તે અંદર થોડો સામાન લેવા ગઈ તો બીજો ભાગ તેના પર પડ્યો. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે ક્વાર્ટર જર્જરિત હાલતમાં હતું અને ભારે વરસાદને કારણે તૂટી પડ્યું હતું. તે જ સમયે, અવિરત વરસાદને કારણે, દક્ષિણ દિલ્હીના કાલકાજીમાં દેશ બંધુ કોલેજની દિવાલ પડી ગઈ, જેના કારણે ઘણી કારને નુકસાન થયું.