Covid New Variant :કોરોનાનો ન્યૂ વેરિયન્ટને  FLiRT નામ આપવામાં આવ્યું છે. FLiRT કોરોના કેટલાક વેરિયન્ટનો સમૂહથી બન્યો છે, ઓમીક્રોન JN.1 અને KP.2 અને KP 1.નો સમાવેશ થાય છે. અમેરિકામાં FLiRT દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, એક નવો પ્રકાર સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં કોવિડ-19ના અન્ય વિવિધ પ્રકારો સાથે ફેલાઈ રહ્યો છે.


શું આ વેરિયન્ટમાં વેક્સિન કારગર નથી?


કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ નવા પ્રકાર FLiRT પર કોરોનાની રસી અસર નથી કરતી. અમેરિકામાં FLiRT દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. CDC એ સમગ્ર યુ.એસ.માં FLiRT કોવિડ-19 વેરિઅન્ટમાં વધારો નોંધાવ્યો છે, જેમાં KP.2 સ્ટ્રેઇન દર્દીઓની સૌથી વધુ સંખ્યાનું કારણ બને છે.                                                                                                                                           


શું ભારતે આ નવા પ્રકારથી ડરવું જોઈએ?


નિષ્ણાતોનું કહેવું છે કે, કોરોનાના નવા પ્રકારોથી ડરવાની જરૂર નથી. જ્યારે પણ હવામાનમાં ફેરફાર થાય છે. કોરોનાના કેસ વધે છે. પરંતુ તમારે તેને ગંભીરતાથી લેવું જોઈએ. ભલે કોરોના વાયરસ તેનું સ્વરૂપ બદલી નાખે છે, પરંતુ તે ક્યારે લહેરમાં ફેરવાશે તે કહેવું મુશ્કેલ છે. તેથી, તમારા વિશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. જેમકે રસી મેળવો, જ્યારે કોઇ શંકાસ્પદ લક્ષણો અનુભવાય તો ઘરે જ રહો, માસ્ક પહેરો અને સામાજિક અંતર જાળવો.


CDC રિપોર્ટના આધારે FLiRT ના લક્ષણો



  • તાવ અથવા ઠંડી સાથે તાવ અને શરદી

  • સતત ઉધરસ

  • ગળું સૂકાવવું

  • માથાનો દુખાવો

  • સ્નાયુમાં દુખાવો

  • શ્વાસ લેવામાં તકલીફ

  • થાક અનુભવવો

  • બહેરાશ પણ આ વિરિયન્ટનું લક્ષણ છે

  • જઠરાંત્રિય સમસ્યાઓ (જેમ કે પેટમાં ગરબડ, હળવા ઝાડા, ઉલટી)