ICMR  Guideline:હાલ દેશમાં સતત હાર્ટ અટેકના કારણે મોત કેસ વઘી રહ્યાં છે. ખાસ કરીને બહુ નાની વયે હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતે સૌ કોઇની ચિંતા વધારી છે. આ મુદે બહુ લાંબા સમયથી ICMRનુ સ્ટડી ચાલી રહ્યું છે. આ મુદે તાજેતરમાં ICMR સાથે  કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની બેઠક યોજાઇ હતી. જેમાં  ICMRએ હાર્ટ અટેકથી બચવાના કેટલાક સૂચનો આપ્યાં છે. જાણીએ આ ભંયકર સ્થિતિથી બચવાના ઉપાય શું છે.


હમણા એક ડિટેઇલ સ્ટડી કર્યો છે. જેનું તારણ છે કે, જે લોકોને સિવિયર કોવિડ થયો હોય અને તેની રિકવરીને વધુ સમય ન થયો હોય તેવી સ્થિતિમાં તેમને વધુ પરિશ્રમ ન કરવો જોઇએ. તેમને તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. સતત દોડવું, સખત મહેનતવાળા કામથી બચવુ જોઇએ, સખત એક્સસાઇઝ પણ ન કરવું જોઇએ. એક ચોકક્સ સમય માટે એટલે કે એક બે વર્ષ માટે  તેને ફિઝિકલ હાર્ડ વર્કથી બચવું જોઇએ. જેથી હાર્ટ અટેકના જોખમથી બચી શકાય.


 



ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમા 5ના લોકોના હાર્ટ અટેકથી મોત થયા છે.


સુરતમાં વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. સુરતના વરાછામાં રહેતા મહેશ ખાંભર નામના 43 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. કન્ટ્રક્શન લાઈનમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા યુવકને અગાઉ પણ હાર્ટ અટેક આવ્યો હતો.


અમરોલીમાં 23 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતા પરિવામાં માતમ છવાઈ ગયો હતો. સાહિલ રાઠોડને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. પાંડેસરામાં 38 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. સંજય સહાનીને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. સંજયને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. રાત્રે જમ્યા બાદ ઊંઘમાં જ અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો, જે બાદ સંજયને સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરતના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે.