Indian Railway Safety Tips: ટ્રેનમાં મુસાફરી કરવી ઘણા લોકોને ગમે છે, પરંતુ નાની ભૂલ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. જો તમે આરામથી મુસાફરી કરી રહ્યા હો અને અચાનક તમારો ફોન બારી કે દરવાજા પાસેથી નીચે પડી જાય તો શું કરશો? આવી સ્થિતિમાં લોકો ગભરાઈ જાય છે, પરંતુ યોગ્ય માહિતી હોવી ખૂબ જરૂરી છે.
Railway Protection Force (RPF) એ ડિજિટલ સિસ્ટમની મદદથી હજારો ખોવાયેલા મોબાઇલ પાછા મેળવ્યા છે. જાન્યુઆરી 2024 થી ફેબ્રુઆરી 2025 દરમિયાન 84 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો સામાન મુસાફરોને પરત આપવામાં આવ્યો છે, જેમાં મોટાભાગના મોબાઇલ ફોન હતા.
સૌથી પહેલા શું ન કરવું?
જો તમારો ફોન ટ્રેનમાંથી નીચે પડી જાય તો ગભરાઈને ઇમર્જન્સી ચેન ક્યારેય ન ખેંચો.ચેન ફક્ત ગંભીર જોખમ અથવા અકસ્માત માટે હોય છે.આવી સ્થિતિમાં ચેન ખેંચવાથી ₹5,000 સુધીનો દંડ લાગી શકે છે અને ફોન મળવાની કોઈ ગેરંટી નથી.
તરત શું કરવું?ફોન પડતા જ તે સ્થળને ધ્યાનમાં રાખોટ્રેક પાસેના પોલ પર લખેલો કિલોમીટર નંબર અથવા ટ્રેક નંબર નોંધોઆ માહિતી પોલીસને ફોન શોધવામાં મદદ કરશે હેલ્પલાઇન પર સંપર્ક કરોબીજા મુસાફરનો ફોન લઈ તરત હેલ્પલાઇન પર કોલ કરો182 – RPFનો 24x7 સિક્યોરિટી હેલ્પલાઇન નંબરટ્રેન નંબર, નામ, સમય અને પોલ નંબર જેવી માહિતી આપો
આ પણ વાંચો:Smart Tv ખરીદતી વખતે વાતનું રાખો ધ્યાન, નહીં તો નહીં માણી શકો ફિલ્મો અને ગેમિંગનો આનંદ
જો કોઇ કારણવશ 182 પર સંપર્ક ન થાય તો આ નંબર પર કોલ કરો-1512 – Government Railway Police (GRP)
ફરિયાદ પછી શું થશે?
ફરિયાદ નોંધાયા બાદ તમને રેફરન્સ નંબર આપવામાં આવશે.તેના આધારે તમે કેસની સ્થિતિ ટ્રેક કરી શકો છો.ફોન મળ્યાં બાદ તમને સ્ટેશન પર જઈને પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
ફોન પાછો લેવા માટે શું જરૂરી?ઓળખ પુરાવો (ID Proof)ફોનની વિગતોક્યારેક ખરીદીનો બિલ અથવા IMEI નંબર આપવા પડશે
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારો ફોન તમને પરત આપવામાં આવશે.
