ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી) દેશમાં મેડિકલ સાયન્સ રીસર્ચમાં ટોચની સંસ્થા છે એ જોતાં તેનાં તારણોને ગંભીરતાથી લઈને દેશભરમાં ત્રણ દિવસનુ લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાય એવી શક્યતા નકારી શકાય નહીં. જો કે સત્તાવાર રીતે આ પ્રકારની કોઈ હિલચાલ નહીં હોવાની સ્પષ્ટતા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે બે દિવસ પહેલાં જ કરી હતી.
આ સંસ્થાએ તાજેતરમાં દેશમાં કોરોનાના વધી રહેલા કેસો અંગે અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસના તારણ પ્રમાણે પ્રમાણે ભારતમાં સૌથી ખરાબ પરિસ્થિતિમાં કોરોનાના કેસ 6.2 કરોડથી વધુ થઈ શકે છે જ્યાકે એક્ટિવ કેસની સંખ્યા 82 લાખ જેટલી હશે. આ સિવાય આ સમય સુધીમાં દેશમાં 28 લાખથી વધુ લોકોનાં કોરોનાથી મોત થઈ ગયાં હશે. આ અભ્યાસમાં દાવો કરાયો છે કે, સૌથી સારી સ્થિતીમાં સપ્ટેમ્બર 2021 સુધીમાં દેશમાં કોરોના પીક પર પહોંચી શકે છે. આ તર્ક પ્રમાણે, દેશમાં સપ્ટેમ્બર 2021 સુધીમાં કોરોનાના કેસની સંખ્યા મહત્તમ 6.20 કરોડ થઈ શકે છે.