Kolkata Doctor Murder Case:આજથી બરાબર એક મહિના પહેલા કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં એક મહિલા તાલીમાર્થી ડોક્ટર પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. પીડિતાના પરિવારે દાવો કર્યો હતો કે, એક વરિષ્ઠ પોલીસકર્મીએ તેમને પૈસાની ઓફર કરી હતી. હવે આ મામલે સીએમ મમતા બેનર્જીની પ્રતિક્રિયા સામે આવી છે.
કોલકાતા દુષ્કર્મ અને મર્ડર કેસમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેણે પીડિત પરિવારને ક્યારે અને ક્યાં પૈસા ચૂકવવાનું કહેવામાં આવ્યું તેના પુરાવા બતાવવા પડકાર ફેંક્યો છે.
સીએમ મમતા બેનર્જીએ કહ્યું, 'પીડિતાના પરિવારે પુરાવા રજૂ કરવા જોઈએ કે મેં પૈસાની ક્યાં વાત કરી છે. આ ડ્રામા અને પ્રચાર છે.' મહિલા તાલીમાર્થી ડૉક્ટરના પીડિત પરિવારે કોલકાતા પોલીસ પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે તેમની પુત્રીની લાશ તેમની સામે રાખવામાં આવી હતી, ત્યારે એક પોલીસ અધિકારીએ તેમને પૈસાની ઓફર કરી હતી.
પીડિતાના માતા-પિતાએ કહ્યું કે, તેઓ શરીરને સુરક્ષિત રાખવા માંગતા હતા, પરંતુ તેમના પર ઘણું દબાણ કરવામાં આવ્યું હતું. સેંકડો પોલીસકર્મીઓએ તેમને ઘેરી લીધા હતા. આવી સ્થિતિ સર્જાઈ હતી, જેના પછી અમને અંતિમ સંસ્કારની તૈયારી કરવાની ફરજ પડી હતી. બધું ઉતાવળમાં કરવામાં આવ્યું હતું, અંતિમ સંસ્કાર માટેના પૈસા પણ પરિવાર પાસેથી લેવામાં આવ્યા ન હતા. કેટલાક પોલીસકર્મીઓએ કોરા કાગળ પર સહીઓ લેવાનો પ્રયાસ કર્યો હતો, જેને તેઓએ ફાડીને ફેંકી દીધો હતો.
ભાજપે મમતા બેનર્જી પર પ્રહારો કર્યા
ભારતીય જનતા પાર્ટી (BJP) આ મામલે મમતા સરકાર પર પ્રહારો કરી રહી છે. ભાજપનું કહેવું છે કે, બંધારણના રક્ષક અને ભક્ષક વચ્ચે લડાઈ છે. ભાજપે માંગ કરી છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીનો પણ પોલીગ્રાફ ટેસ્ટ કરાવવામાં આવે. સીબીઆઈ એક ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસની તપાસ કરી રહી છે. આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી છે અને કોલકાતા આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પણ ધરપકડ કરવામાં આવી છે.
અહીં સોમવારે સુપ્રીમ કોર્ટ દ્વારા કોલકાતા કેસની સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે તબીબોને આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં કામ પર પાછા ફરવાનું કહ્યું છે. કોર્ટે આદેશ આપ્યો છે કે જે ડોક્ટરો કામ પર પાછા ફરે છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. હકીકતમાં, બંગાળ સરકારે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ડોક્ટરો કામ પર ન હોવાના કારણે 23 લોકોના મોત થયા છે.
.